Gujarat

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં 7મી જુલાઈ-2024ના રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની હોવાથી તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે જમાલપુર (Jamalpur) ખાતેના ભગવાન જગન્નાથ મંદિર ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી.

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરે આજે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરેથી પરત આવ્યા હતા. એવી માન્યતા છે કે, વધુ પડતા કેરી અને જાંબુ ખાવાના કારણે ભગવાનને આંખો આવી હતી. મામાના ઘરેથી પરત આવ્યા ત્યારે ભગવાનને આંખો આવતા આજે જગન્નાથ મંદિર ખાતે નેત્રોત્સવ વિધીની કરાઈ ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.

આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મામાના ઘરેથી પરત પાછા ફરવાના હોવાથી જગન્નાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિનો પણ અનેરો મહત્વ હોય છે, ભગવાનને મોસાળમાં એટલા બધા લાડ લડાવવામાં આવ્યા હતા કે, તેમની આંખો આવી જાય છે અને એટલે જ ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરે પરત આવે છે. ત્યારે તેમની આંખો ઉપર પૂજા વિધિ અને મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરીને પાટા બાંધવામાં આવે છે. આ પાટા બાંધવાની વિધિ નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

અમીત શાહ અષાઢી બીજે જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લેશે
ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. શાહ તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન ગાંધીનગર બનાસકાંઠા તથા પંચમહાલની મુલાકાત લેશે. આવતીકાલે સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપશે. તે પછી બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે મહિલા દૂધ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ કરાશે. સાંજે ગોધરા ખાતે તેમની હાજરીમાં રાજયની તમામ સહકારી જિલ્લા બેંકો તથા ડેરીના ચેરમેન સાથે મહત્વની બેઠક યોજાશે. તા.7મી જુલાઈના રોજ પરોઢે 4 વાગ્યે અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે પરિવારના સભ્યો સાથે મંગળા આરતીમાં જોડાશે. સવારે 10.30 વાગ્યે અમદાવાદના નારણપુરામા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે અને આંબાવાડીમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું ઉદ્ધાટન કરશે.

Most Popular

To Top