અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) ઉડાવી દેવાની ધમકી આપી, 500 કરોડની ખંડણી માગતો ધમકીભર્યો (Threat) ઇ-મેઈલ એનઆઈએ (ANI) અને મુંબઈ પોલીસને (Mumbai Police) મળ્યો હતો. આ ધમકીભર્યા ઇ-મેઈલને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઈલ મોકલનાર શખ્સ કરણ માળીની શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજકોટથી ધરપકડ (Arrest) કરી લીધી છે.
- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મૂળ મધ્યપ્રદેશના યુવકની ધરપકડ કરી લીધી, લેપટોપ-મોબાઈલ સહિતના સાધનો જપ્ત
આ અંગે ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઈલ મોકલનાર કરણ માળી નામના યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજકોટથી ધરપકડ કરી છે. આ યુવક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે. ક્રાઈમ બ્રાન્ચે આ યુવકની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસે આ યુવક પાસેથી લેપટોપ મોબાઈલ સહિતના સાધનો જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન માત્ર મજાકમાં અને મજા લેવાના આશયે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ક્રાઈમ બ્રાંચ યુવકની વધુ પૂછપરછ કરી રહી છે.
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચ પહેલા સમગ્ર અમદાવાદને છાવણીમાં ફેરવી દેવામાં આવશે. સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હશે એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે સ્ટેડિયમની બહાર અમદાવાદના દરેક સંવેદનશીલ વિસ્તારમાં સૈનિકો પણ તૈનાત કરવામાં આવશે. આ મેચ માટે માત્ર ગુજરાત પોલીસ જ નહીં પરંતુ બોમ્બ ડિસ્પોઝલ અને એન્ટી ડ્રોન યુનિટ તેમજ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવશે. આ તમામ સુરક્ષા એજન્સીઓનો 11 હજારથી વધુ સ્ટાફ અમદાવાદમાં ફરજ બજાવશે.