અમદાવાદ: રાજ્યમાં (Gujarat) નશો (Intoxication) કરતા લોકો બેફામ બન્યા છે જાણે તેઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો ન હોય. પબમાં પાર્ટી કરતા લોકોને તમે જોયા હશે પરંતુ જાહેરમાં નશો કરતા લોકોને તમે ભાગ્યે જ જોયા હશે. આવો જ એક કિસ્સો અમદાવાદના (Ahmadabad) મણિનગરમાંથી (Maninagar) સામે આવ્યો છે. જ્યાં કેટલાક યુવકો પબ્લિક ગાર્ડનમાં (Public Garden) હુક્કાની પાર્ટી (Hookah Party) કરતા જોવા મળી રહ્યા છે. આ પાર્ક પબ્લિક પાર્ક હોવાથી ત્યાં સાંજ સવાર મહિલા અને બાળકો પણ આવતા હોય છે. ત્યારે આવા કેટલાક ટપોરીઓના કારણે જાહેર જનતાને હેરાન થવાનો વારો આવે છે. આ ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીએ જાહેરમાં જ હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે એક જાગૃત મહિલાએ હિંમતભેર આ ટપોરીઓનો વીડિયો (Video) ઉતારી લીધો હતો.
અમદાવાદના મણિનગરમાં પબ્લિક પાર્કમાં કેટલાક ટપોરી યુવાનો હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરમાં આવકાર હોલ ઘોડાસર ચોકડી પાસે આવેલા અમૂૂલ ગાર્ડનમાં કેટાલાક અસામાજિક તત્તવો બેફામ બન્યા હતા. ગાર્ડનમાં કોઈનો ડર રાખ્યા વગર બિનધાસ્ત હુક્કા પાર્ટીની મજા માણી રહ્યા હતા. આ એક પબ્લિક ગાર્ડન હોવાથી ગાર્ડનમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ હાજર હતા. ત્યાં ગાર્ડનમાં આવેલી જાગૃત મહિલાએ આ તમામ બેફાન બની હુક્કાની મહેફિલ માણતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ છે. સાથે જ આ ઘટનાને કારણે કેટલાક સવાલો પણ ઉભા થાય છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ પબ્લિક ગાર્ડનમાં આ ચાર પાંચ યુવાનો હાથમાં હુક્કો લઈ ગાર્ડનમાં ઘૂસે છે. ગાર્ડનમાં જતી વેળાએ જ તેઓ હુક્કો પીતા જોવા મળે છે. ત્યાર બાદ તેઓ જાહેર ગાર્ડનમાં બેસી એક પછી એક હુક્કાની મજા માણે છે. તેમની આવી હરકતો જોઈને ગાર્ડનમાંથી કેટલાક લોકો ગાર્ડન છોડી જતા રહે છે. વીડિયો ઉતારનાર મહિલાએ જણાવ્યું હતું કે હું નિયમિત આ ગાર્ડનમાં આવું છું, પબ્લિક ગાર્ડન હોવાથી અહી સવારે અન્ય લોકો મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. ત્યારે ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતાં હવે ફફડે છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનના PI ડીડી ગોહિલે જણાવ્યું હતું કે હું આ પ્રકરણમાં તપાસ કરાવું છું.