Gujarat Main

નવા 52 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધતું અમદાવાદ, રાજ્યમાં 177 દર્દી

ગાંધીનગર: (Ahmedabad) અમદાવાદ હવે કોરોનાની (Corona) ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે , જેના પગલે અમદાવાદના માથે જોખમ તોળાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં નવા 52 કેસો નોંધાયા છે. જયારે સમગ્ર રાજયમાં કોરોનાના 177 કેસો નોંધાયા છે. જયારે 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,29,359 જેટલા કેસો નોંધાયા છે. હાલમાં રાજયમાં 948 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 938 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

આજે રાત્રે ગાંધીનરમાં આરોગ્ય વિભાગના (Health Department) સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે , રાજયમાં નોંધાયેલા નવા 177 કેસો પૈકી અમદાવાદ શહેરમાં 52, રાજકોટમાં 24, સુરત શહેરમાં 20, વડોદરા શહેરમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં 8, સુરત જિલ્લામાં 5, અમરેલીમાં 4, ગીર સોમનાથમાં 4, ખેડામાં 4, કચ્છમાં 4, બનાસકાંઠામાં 3, જામનગર શહેરમાં 3, આણંદમાં 2, ગાંધીનગર જિ.માં 2, ગાંધીનગર શહેરમાં 2, અમદાવાદમાં 1, ભરુચમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર શહેરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, તાપીમાં 1, વડોદરામાં 1 સહિત રાજયમાં 177 કેસોનો સમાવેશ થાય છે. જયારે 66 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને જિસ્ચાર્જ કરાયા હતા. રાજયમાં અત્યાર સુધીમાં 818298 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે 10113 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે રવિવારે રાજયમાં ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે રાજયમાં ઓમીક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 49 સુધી પહોચી જવા પામી છે . જયારે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ઓમીક્રોનથી રાજયમાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી.

જિલ્લાવાર ઓમીક્રોનના કેસો જોઈએ , તો વડોદરા શહેરમાં 17 કેસો ( 4 દર્દીઓ ડિસચાર્જ ) , અમદાવાદ શહેરમાં 11 દર્દીઓ , ખેડામાં 6 કેસો , આણંદમાં 4 કેસો , જામનગર શહેરમાં 3 ( 3 દર્દીઓ ડિસચાર્જ ) , મહેસાણામાં 3 કેસો ( 3 દર્દીઓ ડિસચાર્જ ) , સુરત શહેરમાં 2 કેસો ( 2 દર્દીઓ ડિસચાર્જ ) , ગાંધીનગર શહેરમાં 1 કેસ ( 1 દર્દી ડિસચાર્જ ), રાજકોટમાં 1 કેસ અને રાજકોટ શહેરમાં 1 કેસ નોંધાયો છે.

Most Popular

To Top