અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ઘાટલોડિયા તથા બોપલમાં સિકયુરિટીમાં (Security) ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ બોપલમાં વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં (Flat) ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે બાતમીના આધારે બનાસકાંઠામાં પાલનપુર એરોમાં સર્કલ પાસેથી પસાર થતી લકઝરી બસમાંથી ગેંગરેપ કેસના પાંચેય આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 40 હજાર કબજે લીધા હતાં.
- અમદાવાદમાં પાંચ સિક્યુરિટી ગાર્ડનો ફ્લેટમાં ઘૂસી યુવતી ઉપર ગેંગરેપ
- યુવતી ફ્લેટમાં એકલી હોવાની જાણ થતાં ડોર બેલ વગાડીને ઘૂસી ગયા
- ગેંગરેપ કર્યા બાદ એટીએમ કાર્ડ લૂંટી રૂપિયા ચાળીસ હજાર ઉપાડી લીધા
બોપલના વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી. ઘાટલોડિયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ વગાડી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી તેમને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા જિલ્લા પોલીસને ને જાણ કરાઈ હતી. દરમિયાન પાલનપુર એલસીબીને બાતમી મળી હતી કે આરોપીઓ ગુનાને અંજામ આપીને અમદાવાદથી પંજાબ તરફ ખાનગી વાહનમાં જઈ રહ્યા છે. જેને લઈને પાલનપુર એલસીબી પોલીસે એરોમાં સર્કલ ઉપર વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ખાનગી લક્ઝરી બસને રોકાવીને તપાસ કરતા તેમાંથી આરોપીઓ મળી આવ્યા હતાં.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ચાળીસ હજાર ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એટીએમ કાર્ડ તેમજ મહિલાને બંધક બનાવી હતી એ ફ્લેટની ચાવી પણ કબજે કરી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ (રહે.અમૃતસર પંજાબ), સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ શીખ, મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ શીખ, રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ, હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે.
….