Gujarat

અમદાવાદમાં 72 વર્ષ બાદ સીસમ અને વલસાડી સાગનો ઉપયોગ કરી નવા રથનું નિર્માણ કરાયું

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાં પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથજીની આજે ૧૪૬મી રથયાત્રા (Rathyatra) નીકળી હતી. આ વખતે ૭૨ વર્ષ પછી ભગવાનના નવા રથ તૈયાર કરવામાં આવ્યા હતાં. આ નવા રથને સીસમ અને વલસાડી સાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ ઉપર બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી (Jagannath Rathyatra) ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ નગરચર્યા કરી હતી.

  • અમદાવાદમાં 72 વર્ષ બાદ સીસમ અને વલસાડી સાગનો ઉપયોગ કરી નવા રથનું નિર્માણ કરાયું
  • આ રથને જુદી-જુદી થીમ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે
  • જગન્નાથજીના રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિ અને સુદર્શન ચક્રની થીમ ઉપર બનાવવામાં આવી છે

જગન્નાથ મંદિર ટ્રસ્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લગભગ ૭૨ વર્ષ બાદ નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જગન્નાથપુરીમાં જે રીતે રથ તૈયાર કરવામાં આવેલા હોય છે, તે રીતે જ નવા રથ તૈયાર કરાયા છે. આ નવા રથ લગભગ ૮૦ વર્ષ સુધી ટકી શકે તે રીતે તૈયાર કરાયા છે. આ રથને જુદી-જુદી થીમ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જગન્નાથજીના રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિ અને સુદર્શન ચક્રની થીમ ઉપર બનાવવામાં આવી છે. જ્યારે બહેન સુભદ્રાજીના રથની ડિઝાઇન નવ દુર્ગાના થીમ પર બનાવાય છે. તેવી જ રીતે ભાઈ બલરામના રથ ચાર અશ્વના થીમ ઉપર આધારિત તૈયાર કરાયો છે.

અમિત શાહે સહ પરિવાર જગન્નાથ મંદિરે મંગળા આરતી કરી
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વહેલી સવારે 4-00 વાગે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે વહેલી સવારે 3-45 વાગે ભગવાનના કપાટ ખૂલ્યા હતાં અને 4-00 વાગે અમિત શાહે મંગળા આરતી કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સાહેબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનનું જગન્નાથજીની મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લીધો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીજી વખત પહિંદ વિધિ કરી
અમદાવાદમાં અષાઢી બીજ ના દિવસે જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિરેથી 146 મી રથયાત્રા નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારે 7-00 વાગે જગન્નાથ મંદિર પરિસરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ કરી હતી. તેમને બીજી વખત પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો હતો.

Most Popular

To Top