અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ABVPના વિદ્યાર્થી (Students) નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની (Ahemdabad) સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થીઓએ શિક્ષક (Teacher) અને વિદ્યાર્થીઓના સંબંધની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે જોર-જબરદસ્તીથી કોલેજના (College) આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા. આ અગાઉ વડોદરામાં પણ ABVPના વિદ્યાર્થીઓની દાદાગીરીનો કિસ્સાઓ સામે આવ્યો હતો.
- ABVPના વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્યના સંબંધોની તમામ મર્યાદાઓ વટાવી
- એબીવીપી નેતાથી માત્ર શિક્ષકો જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ પણ પરેશાન
- માંફી મંગાવ્યા બાદ સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ કર્યા
સરસ્વતીના ધામમાં શરમજનક ઘટના બની
અમદાવાદના સાલ કોલેજમાં ABVP નેતાઓએ કોલેજમાં આચાર્યને વિદ્યાર્થીઓને પગે પડાવી માફી મંગાવી હતી. તેમજ સોશિયલ મિડિયા પર પણ વીડિયો વાયરલ કર્યા છે. ઘટના એવી હતી કે કોઇ વિદ્યાર્થિનીને હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો. જે બાદ ABVPના વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્યના સંબંધોની તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. અમદાવાદ સાલ કોલેજના એબીવીપી નેતા અક્ષત જયસ્વાલની દાદાગીરીથી માત્ર શિક્ષકો જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યાં છે. જો કે આ મામલે તો પ્રિન્સિપાલ દ્વારા ABVP ના આગેવાનોને શાંતિપૂર્વક સમજાવવામાં પણ આવ્યુ હતું. છતાં તેમણે તેમની એક વાત ન માની અને પ્રિન્સિપાલને વિદ્યાર્થીનીથી માફી માંગવા પર મજબૂર કર્યા હતા.
સમગ્ર મામલો શું હતો?
સાલ એન્જિનિયરીંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની હાજરી અપુરતી હોવાથી આચાર્ય મોનીકા ગોસ્વામીએ વિદ્યાર્થીનીના વાલીને કોલેજમાં મળવા બોલાવ્યા હતા. ત્યારે આ બાબતની જાણ વિદ્યાર્થીનીએ ABVPને કરી હતી. આ મામલે આચાર્યને રજુઆત કરતા મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVP ના કાર્યકરોએ જબરદસ્તીથી મહિલા આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડવા મજબુર કર્યા હતા. જેનો વીડિયો ABVPના ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ વાયરલ થયો છે.
ક્યાં સુધી વિદ્યાર્થી નેતાઓની મનમાની ચાલતી રહેશે?
કોલેજના આચાર્ય વારંવાર માફી માંગતા રહ્યા, છતાં વિદ્યાર્થી નેતાઓએ જબરદસ્તીથી આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવીને માફી મંગાવી હતી. આચાર્યને રજુઆત કરતા કરતા મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVP ના કાર્યકરોએ દાદાગીરીથી મહિલા આચાર્ય મોનીકા ગોસ્વામીને વિદ્યાર્થીનીના પગે પડવા મજબુર કર્યા હતા. વિદ્યાર્થી નેતાઓ વિરોધ કરી શકે પરંતુ જ્યારે તે હદ વટાવી દે છે ત્યારે શિક્ષણ નીતિ પર સવાલ થાય છે.