2022નું વર્ષ એકંદરે ઘણું સફળતાપૂર્વકનું રહ્યું. ર્ષના છેલ્લા દિવસોમાં કોરોનાએ પાછો ફૂંફાડો માર્યો, પણ હવે જાણે તંત્ર અને લોકો એનાથી ટેવાઇ ગયા હોય એમ એનો ડર જણાયો નહીં. 2022ની સાલમાં વેપારધંધાથીમાંડીને સમગ્ર જનજીવન ફરીથી પાટે ચડી ગયું. નવરાત્રિ, દિવાળી, ઇદ, ક્રિસમસ સહિતના તહેવારો પણ સૌએ સારી રીતે ઉજવ્યા. કોરોનાની કાલિમામાંથી પૂર્ણ રીતે બહાર આવી ગયાનો આહલાદ હજુ પૂરો માણવામાં આવે તે પહેલાં ચીનમાંથી કોરોનાની દહાદ સંભળાવા લાગી અને વાતાવરણમાં ધ્રુજારી ફેલાઇ ગઇ.
હવે શું થશે-એવી દહેશતમાં ફરીથી લોકો મૂકાયા. 2022ના વર્ષે જતાં જતાં ટેઇલ સ્વિપ કરી હોય એમ કોરોનાનો માહેલ તો છવાઇ જ ગયો. તંત્રમાં પણ ચિંતા ફેલાઇ. એનું મોટું કારણ એ છે કે ગુજરાતની નવી ચૂંટાયેલી સરકારના તંત્ર પાસે હવે માંડ વર્ષ-સવા વર્ષનો સમય રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણી આવી જ રહી છે. સત્તાધારી ભાજપ માટે આ ચૂંટણી ઘણું મહત્વ રાખે છે. એટલે જ આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂરી તાકાત અને ક્ષમતાથી ઝુકાવ્યું અને ધાર્યું ન હોય એવી સફળતાથી તેને જીતી લીધી.
કોરોનાનો બમ્પ જો હવે નહીં આવે તો લાગે છે કે ગુજરાત લોકસભાની ચૂંટણીને પર આવી જ રીતે જીતી જશે, એટલે કે લોકસભામાં રાજ્યની 26માંથી 26 બેઠકો મેળવી જશે. જો કે આનો દારોમદાર ભૂપેન્દ્રભાઇ પટેલની રાજ્ય સરકારના આ ગાળાના પરફોર્મન્સ પર પૂર્ણ રીતે રહેલો છે. વિધાનસભાની કામિયાબીનું પુનરાવર્તન કરવાનો પડકાર આમ જોઇએ તો કંઇ અઘરો નથી, પરંતુ મનાય એટલો સહેલો પણ નથી. એનું કારણ આ ગાળામાં સરકારનું અને પક્ષનું પરફોર્મન્સ કેવું ક રહે છે તે જોવાનું રહે છે કે જે એન્ટિઇન્કમ્બન્સી પરિબળ વિધાનસભાની ચૂંટણીમાં ન નડ્યું એ લોકસભામાં કેવું નડશે. આવું કોઇ નડતર રહે નહીં એ માટે સરકાર સ્તરે ચુસ્ત વ્યવસ્થા અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે.
રાજ્ય સરકારનું તંત્ર કેટલું ઓટોનોમસ છે, એ સૌ કોઇ સમજે છે. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડીને વડાપ્રધાન તેરીકે નવી દિલ્હી ગયા, તે પહેલાંથી એમણે મુક્યમંત્રીના કાર્યાલય(સીએમઓ)માં પોતાના અત્યંત વિશ્વાસુ અધિકારીઓ પૈકીના એક એવા કુનિયિલ (કે.) કૈલાસનાથનની નિમણૂક મુખ્ય અગ્ર સચિવ તરીતે કરી હતી. મે -2013ની સાલમાં થયેલી તેમની આ નિમણૂક તાપી અને નર્મદામાં અનેક પાણી વહી ગયાં છતાં હજુ યથાવત છે. એટલે કે નરેન્દ્ર મોદી પછી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ગાદીએ આવેલાં આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણી અને હાલમાં ભૂપેન્દ્રભાઇ પટેલના વખતમાં કે. કૈલાસનાથન તેમના ઉપરોક્ત હોદ્દા પર યથાવત છે.
એટલું જ નહીં પણ હજુ વધુ એક વર્ષ માટે તેમને રાબેતામુજબનું એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ તો થઇ સામાન્ય અને આગળથી ચાલતી આવેલી વ્યવસ્થાની વાત. પરંતુ હમણાં જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કરાયેલી બે નિવૃત્ત ઉચ્ચ-નિષ્ણાત અધિકારીઓની નિમણૂકો વિશેષ ધ્યાન ખેંચે એવી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકારો તરીકે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ ડો. હસમુખભાઇ અઢિયા અને માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત સચિવ સત્યનારાયણસિંહ શિવસિંહ (એસ.એસ.) રાઠૌરની નિમણૂક કરાઇ છે. આનું અર્થઘટન એવું થઇ રહ્યું કે આ બંનેય ઉચ્ચ અનુભવી અધિકારીઓ (જ) એકંદરે રાજ્ય સરકારનો વહીવટ હંકારશે. જે રીતે ચૂંટણી વખતે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર ચાલી હતી એ રીતે હવે વહીવટી તંત્રમાં પણ ઉપરોક્ત હૃબંનેય અધિકારીઓનાં ડબલ એન્જિન ચાલશે.
ગુજરાત સરકારને ડબલ એન્જિન બરાબર ફાવી ગયું છે. ડો. અઢિયા નાણાંકીય, કરવેરા અને નીતિગત બાબતોના નિષ્ણાત છે. એવું કહેવાય છે કે ડો. અઢિયા કેન્દ્રમાં નાણાં સચિવ તરીકે હતા ત્યારે જ નોટબંધી આવી હતી. ગુજરાત સરકારના વહીવટમાં તેઓ નાણાં, ઊર્જા, શિક્ષણ, રોકાણો વગેરેને લગતી બાબતોનું સંચાલન અને મોનિંટરિંગ કરશે. જ્યારે એસ.એસ. રાઠૌર તેમના એક્ષ્પર્ટ ક્ષેત્રો-માર્ગમકાન, મેટ્રો રેલ પ્રોજેક્ટ, નર્મદા, જળસંપત્તિ વગેરે જેવા વિભાગોનું વહન કરશે. લાગે છે કે આ બંનેય બાહોશ અધિકારીઓ મુખ્યમંત્રીનો ઘણો બધો ભાર હળવો કરી દેશે.
આવા પ્રકારની વહીવટી વ્યવસ્થા કરવા પાછળનું મોટું કારણ તો ગુજરાતનો વહીવટ, જે 2024ની ચૂંટણી માટે દેશ સમક્ષ મોડેલ રૂપે પેશ થવાનો છે, તેની સીધી નિગરાની પીએમઓ મારફતે થતી રહે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રચંડ જીતને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં એક નમુનેદાર ઘટના તરીકે પ્રદર્શિત કરાશે. રાજ્યની નવી ભાજપ સરકાર સો- સો દિવસના રોડ-મેપને લઇને ચાલી રહી છે અને એ મુજબનાં લાંબા ગાળાનાં આયોજનો કરાઇ રહ્યાં છે. જાન્યુઆરીમાં કોરોના વધુ માથું ઊંચ કે કે નહીં, પણસરકાર તો જી-20 સમિટ, વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ સહિતનાં વિવિધ આયોજનો આગામી દિવસોમાં સફળતાપૂર્વક કરી શકાય એ માટે જ આ વ્યવસ્થા ગોઠવાઇ છે.
કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની કારમી પછડાટની કળ ધીરે ધીરે વળે એવો સળવળાટ વિપક્ષે દેખાઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં હાથ જોડો યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. કમૂહર્તાં પૂરાં થાય એટલે આગામી 15મી જાન્યુઆરીથી ત્રણ મહિના માટે આ યાત્રા નીકળશે. જેની સંપૂર્ણ જવાબદારી મુંબઇના યુવાન સાંસદ મિલિંદ દેવરાનેસોંપવામાં આવી છે. રા,ટીય સ્તરે હાલમાં ચાલી રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની જેમ ગુજરાતમાં આ યાત્રા ચાલશે. એહાથ સે હાથ જોડવાના નામે લોકસંપર્ક ફરીથી ઊભો કરવાનો કોંગ્રેસનો ઇરાદો છે.
દરેક લોકસભા-વિદાનસભા વિસ્તાર ઉપરાંત દરેક તાલુકા પંચાયત વિસ્તારને તેની હેઠળ આવરી લેવાનું આયોજન કરાયું છે. જે રીતે કોંગ્રેસની નેતાગીરીએ પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને ઝારખંડ રાજ્યના ઓબ્ઝર્વર તરીકે મૂકાયા છે, તે જોતાં રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનો હોદ્દો સી.જે. ચાવડા, શૈલેષ પરમાર અથવા એવા કોઇ નવા યુવાન નેતાને આપવામાં આવે એવી સંભાવનાઓ જમાઇ રહી છે. કોંગ્રેસ ગમે તેમ પણ હાર પછી જલદી બેઠી થઇ જવા પ્રયત્નશીલ છે. એ જોતાં ચૂંટણી પછી આમઆદમી પાર્ટીનો સળવળાટ હજુ કંઇ ખાસ દેખાતો નથી.
નીરજ વકીલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.