નવી દિલ્હી: ભારતીય કંપની જિયો સિનેમાએ (JioCinema) આજે બુધવારે તા. 14 જૂનના રોજ વેસ્ટઈન્ડિઝમાં (WestIndies) રમાનારી ભારત-વેસ્ટઈન્ડિઝ સિરિઝના (IndiavsWestIndiesSeries) ડિજીટલ પ્રસારણના (DigitalStreaming) અધિકારો મેળવ્યા છે. મહિના સુધી ચાલનારી આ સિરિઝ દરમિયાન બે ટેસ્ટ, ત્રણ વન ડે અને પાંચ ટી-20 મેચોનું લાઈવ સ્ટ્રીમીંગ દર્શાવવામાં આવશે.
જિયો સિનેમાએ આજે ભારતના વેસ્ટઈન્ડિઝ પ્રવાસના ડિજીટલ પ્રસારણના અધિકારો મેળવ્યા હોવાની જાહેરાત કરી છે. આ દ્વિપક્ષીય સિરિઝ આગામી તા. 12મી જુલાઈથી શરૂ થનારી છે. ડોમિનિકામાં પહેલી ટેસ્ટ રમાશે અને ત્યાર બાદ ત્રિનીદાદમાં બીજી ટેસ્ટ રમાડવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝની સાથે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ની સાયકલ શરૂ થશે. 3 મેચોની વન ડે સિરિઝ 27 જુલાઈથી શરૂ થશે. આ મેચો બારબાડોસ અને ત્રિનીદાદમાં રમાશે. ત્યાર બાદ પાંચ મેચોની ટી 20 સિરિઝ 3 ઓગસ્ટથી ત્રિનીદાદમાં રમાશે. બે મેચ ગયાના અને છેલ્લી બે મેચ ફ્લોરિડા, યુએસમાં રમાશે.
IPL 2023માં પ્રસારણના તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે જિયો સિનેમા ક્રિકેટ પ્રેમીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સિરિઝનું મુફ્ત પ્રસારણ આપવા માટે તત્પર છે. જિયો સિનેમા તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ ક્રિકેટ મેચનું મફ્ત પ્રસારણ ચાલુ રાખશે. જિયો સિનેમા પર દર્શકોએ આઈપીએલની મેચો દરમિયાન અંગ્રેજી અને હિન્દી ઉપરાંત પ્રાંતીય ભાષાઓમાં કોમેન્ટરી સાંભળવાનો આનંદ મેળવ્યો હતો તે આનંદ વેસ્ટઈન્ડિઝ-ઈન્ડિયા સિરિઝમાં પણ મળશે. આ સિરિઝમાં જિયો સિનેમા ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં કોમેન્ટરી સાંભળવાની સુવિધા દર્શકોને આપશે. આવું પહેલીવાર થશે જ્યારે કોઈ દ્વિપક્ષીય સિરિઝમાં 7 ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે.
વાયકોમ 18 સ્પોર્ટ્સ સ્ટ્રેટજીના હર્ષ શ્રીવાસ્તવે કહ્યું કે જિયો સિનેમા એ એક સીમલેસ સ્ટ્રીમિંગનો અનુભવ ઓફર કરી રહ્યું છે. અમે ટેક્નિકલ સ્ટ્રેન્થને વધારી રહ્યાં છે. ગ્રાહકોને રમતોનો બેસ્ટ ડિજિટલ એક્સપીરિયન્સ આપવા અમે ઉત્સુક છે. 2023માં ભારતના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે અમે આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે જિયો સિનેમા દ્વારા ટાટા આઈપીએલ 2023નું ડિજીટલ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આઈપીએલ 2023ની ફાઈનલ મેચમાં જિયો સિનેમા પર દર્શકોની સંખ્યા 3.21 કરોડનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.