વડોદરા: શહેરમાં સીએના પરિવાર પર જાહેરમાં હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ બાદ જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થયો છે. જેને આ ઘટના સાથે જોડાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ફતેગંજ પોલીસ મથકમાં આમીરખાન ઇરફાન અલી પઠાણ ગોરવા વિસ્તારમાં રહું છું. અને સીએ તરીકે વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. આજથી 25 દિવસ પહેલા મારા મોટા ભાઇ તારીકખાન પઠાણે ઉંડેરા પાસે આરીફ અબ્દુલહસન પઠાણ સાથે મારામારી કરી હતી.
જે બાદ મારા ભાઇ વિરૂદ્ધ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેની અદાવત રાખીને બપોરે અઢી વાગ્યે હું મારી બાઇક પર પત્ની અને સંતાનોને લઇને દવાખાને બતાવવા જઇ રહ્યો હતો, ત્યારે નવાયાર્ડ, ફુલવાડી દિનદયાલ સ્કુલ પાસે સવારે 11.30 કલાકે મારી પાછળથી રોંગ સાઇડ આવતી કારને મારી આગળ લાવીને ઉભી કરી દેવામાં આવી. તેમાંથી બેટ સાથે અબ્દુલહસન પઠાણ, દંડા સાથે કાલીયા અબ્દુલહસન પઠાણ, તથા દંડા સાથે શાહબાજ મેકુઆ કારમાંથી ઉતરી મારી સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, રાતાભાઇ પઠાણે અમારા ભાઇ આરીફ સાથે ઝગડો કરી કેમ માર માર્યો હતો. ત્યાર બાદ મને માર મારવામ લાગ્યા હતા.
પછી અકરમ તથા અબઝલ ઇસ્લામ પઠાણ તથા પપ્પુ લાલાભાઇ અને ભુરૂ હસને પણ પોતાના હાથમાં રાખેલા દંડા વડે મને માર માર્યો હતો. દરમિયાન મારા પત્નીએ વચ્ચે પડીને બચાવવા જતા તેણીનો દુપટ્ટો ખેંચ્યો હતો. અને તેને પહેરેલી સોનાની ચેન ખેંચી લીધી હતી. તથા અબ્દુલ પઠાણે મારા રૂ. 75 હજાલ ભરેલી થેલી ઝુંટવી લીધી હતી. આ ટાણે કારમાં બેઠેલો આરીફ પણ મારો મારોની બુમો પાડતો હતો. લોકો એકત્ર થતા તમામ કારમાં બેસીને જતા જતા તેઓ મને ધમકી આપતા ગયા હતા. ફતેગંજ પોલીસ મથકમાં ઉમર અબ્દુલહસન પઠાણ, તોશીફ અબ્દુલહસન પઠાણ, કાલીયા અબ્દુલહસન પઠાણ, શાહબાદ મેકુઆ, અકરમ ઉર્ફે ગભરૂ, અબઝલ ઇસ્લામ પઠાણ, પપ્પુ લાલભાઇ, ભૂરા પઠાણ, આરીફ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોતાના રાજ્યમાં ગુના આચરી ગુજરાતમાં આશરો
અત્રે ઉલ્લેખનીય છે. કે વડોદરા શહેર માં યુપી બિહાર ના અનેક લોકો મહેનત મજૂરી માટે વડોદરામાં સ્થાયી થયા છે. અને વડોદરા ને પોતાની કર્મભૂમિ બનાવી ને વર્ષો થી શહેર માં હળીમળી ને રહે છે. પરંતુ યુપી, બિહાર માં કોઈની હત્યા, ચોરી, મારામારી, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ પોતાના રાજ્ય માં કરી ની પોતાના વતનમાં થી ગાયબ થઇ ને મોટાભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર ના મોટા શહેરો માં આવી જતા હોય છે. અહીંયા આવ્યા બાદ આવા તત્વો ફરી પાછી ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે.આપણા વિસ્તાર માં ગુનાહિત માનસ ઘરાવતા પરપ્રાંતીય દેખાય તો પોલીસ ને જાણ કરવી જરૂરી છે.
માફિયા ડોન અતિકની હત્યા બાદ યોગીનો ખોફ
યુપીમાં માફિયા ગૅંગ સામે યોગી સરકારે મોટુ અભયાન ચલાવ્યું છે. નાનામોટા માફિયાઓ અતિક, અશરફ ની હત્યા બાદ યુપી છોડી ને ભાગી ગયા છે. ભૂગર્ભ માં ઉતરી ગયા છે. યુપીના કેટલાક નાના મોટા ડોન વડોદરામાં આવ્યા હોવાનું કહેવાય છે.