વડોદરા : વૈશ્વિક કોરોના મહામારીને કારણે છેલ્લાં 20 માસથી બંધ પડેલી જીલ્લાની પ્રાથમિક શાળાઓ આજે ફરી શરૂ થતાની સાથે બાળકો દફતર લઈને શાળાએ પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાઓ બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી હતી. કોરોના મહામારીને કારણે માસૂમ બાળકોને તેનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગત્ત વર્ષની તા.20 માર્ચથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેથી શાળાઓ બંધ પડી હતી. જોકે શાળાઓ બંધ હતી. પણ શિક્ષણ કાર્ય નહીં પ્રાથમિક શાળાના શિક્ષકોએ શેરી શિક્ષાનું અભિયાન હાથ ધર્યું હતું. ગુરુજનો બાળકોના ઘરના આંગણા સુધી પહોંચ્યા હતા અને શેરીમાં જ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.
આ અભિયાનને પરિણામે બાળકોના અભ્યાસ બગડ્યો નહીં. તેમ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી અર્ચના ચૌધરીએ જણાવ્યું હતું. હવે ફરી શાળાઓ શરૂ થતાં વડોદરા જિલ્લાની 1053 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. આ શાળામાં સવા લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે ખાનગી શાળાઓ શરૂ થાય છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થતાં વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.
શાળાઓએ અને વાલીઓએ તકેદારી માટે હવે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે?
- વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત. એટલું જ નહીં પરંતુ માસ્કનો પણ ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
- શાળાઓ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઈ સુવિધા કરવી પડશે.
- વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઈઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિિશ્ચત કરવાની રહેશે.
- રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં, સામાજિક ન્યાય અને અધિકારિ વિભાગ તેમજ આદિજાતી વિકાસ વિભાગ શાળાઓને લાગુ પડશે.
- આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12 ની સ્કૂલો તેમજ પી.જી.મેડિકલ પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઈનલ વર્ગો શરૂ કરાશે.
- બાકીનાં વર્ગો ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સરકાર પાસેથી જાહેરાત કરાશે.
- સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે. વાલીઓની મંજુરી આવશ્યક રહેશે
- સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
- વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
- રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધો-9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવાસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવાની રહેશે.
- વિદ્યાર્થીએ કમાનુસાર અઠવાિડયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઈન્મેટન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું
- સામૂહિક પ્રાર્થના મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ પણ ન કરવા સૂચના અપાઈ.