વિશ્વમાં આજે નીચેના ત્રણ પ્રકારના દેશો અસ્તિત્વમાં છે : 1. પહેલા પ્રકારના દેશોમાં બંધારણ મુજબ કાનૂન સામે સૌ સરખા છે. આ દેશોમાં ધર્મ અને જાતિના આધારે ભેદભાવને ગેરકાયદેસર માનવામાં આવે છે. 2. ધર્મના આધારે ભેદભાવ કરતા દેશોનો ક્રમ બીજો છે અને ત્યાં મુસ્લિમ સિવાયના લોકોના અધિકારો મર્યાદિત છે. સાઉદી અરબમાં તેમજ હાલના તાલિબાની શાસનવાળા અફઘાનિસ્તાનમાં ઇસ્લામ સિવાયનો ધર્મ પાળી શકાતો નથી. એ દેશોમાં મુસ્લિમ ધર્મ સિવાયના લોકો પોતાનું ઉપાસના સ્થળ પણ બનાવી શકતા નથી. 3. ત્રીજા પ્રકારમાં માત્ર આપણો ભારત જ એક એવો દેશ છે જ્યાં મનોના તૃષ્ટિકરણોના કારણે ધર્મના આધારે લઘુમતીઓને બહુમતિ હિન્દુ પ્રજા કરતા પણ વધુ અધિકારો/લાભો આપવામાં આવે છે.
આપણા દેશને જો કાયમી શાંતિવાળો અને વિકાસવાળો બનાવવો હોય તો દેશની આઝાદીના સમયની શાસકોની ગંભીર ભૂલ હવે સુધારીને ઉપરોકત ક્રમાંક 3ને બદલીને ક્રમાંક 1નો ‘વસુધેવ કુટુમ્બકમ’માં માનતા ભારતીય સંસ્કૃતિનો અત્યંત ઉપકારક વિચારવાળો દેશ બનાવવાનો હવે અત્યંત જરૂરી બનેલ છે. જે પરદેશના પારસીઓને અને યહૂદીઓને ખુલ્લા મનથી અપનાવી શકે છે અને વિશ્વમાં દેશનું આદર્શ ઉદાહરણ પૂરું પાડી શકે છે. દેશમાં બનતા હિંસક અને વિવાદાસ્પદ ઘટનાક્રમો જોતા દેશની આ હવે સત્વરે જરૂરિયાત હોય એમ લાગે છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.