નવી દિલ્હી: બાહુબલી (Bahubali) ફિલ્મની (Film) અભિનેત્રી (Actress) તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ટૂંક સમયમાં લગ્નનાં (Marriage) બંધનમાં બંધાશે. સાઉથ ઈન્ડિયન એક્ટ્રીસ અને બોલિવુડની (Bollywood) હિન્દી ફિલ્મમાં પણ ધૂમ મચાવનાર બ્યુટી ક્વીન તમન્ના ભાટિયાના લગ્નની ચર્ચા થઈ રહી છે. એક અહેવાલ મુજબ તમન્ના ટૂંક સમયમાં મુંબઈના એક બિઝનેસમેન (Businessmen) સાથે લગ્ન કરી શકે છે.
શું ખરેખર તમન્ના ભાટિયા લગ્ન કરવા જઈ રહી છે?
બોલિવૂડના સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર તમન્ના ભાટિયાએ લગ્ન માટે હા પાડી દીધી છે આ સાથે જ તેે દુલ્હન બનવાની પૂરી તૈયારી કરી લીધી છે. અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેથી હાલમાં તે કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કરી રહી નથી, કારણ કે તમન્ના તેના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ છે. આ માટે તેને પોતાના માટે થોડો સમય જોઈએ છે. મળતી માહિતી અનુસાર તમન્ના ભાટિયા મુંબઈના એક હેન્ડસમ બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે.
બોલિવુડના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તમન્નાએ બિઝનેસમેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને લગ્ન માટે હા પણ કહી દીધી છે. જો કે તમન્ના ભાટિયાએ ઓફિસયલી પોતાના લગ્ન અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તેના લગ્નની ચર્ચાઓ થતા તેણે લગ્ન માટે ઈન્કાર પર નથી કર્યો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમન્ના ભાટિયા જલ્દી જ તેના લગ્નને લઈને સત્તાવાર જાહેરાત કરી શકે છે.
તમન્ના ભાટિયાની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રીએ ઘણી હિન્દી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. તમન્ના સાઉથ સિનેમાનું પણ મોટું નામ છે. તમન્નાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાંથી એક બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી છે.
તમન્નાના લગ્નની અફવાઓ અગાઉ પણ ઉડી હતી
લગ્ન વિશે વાત કરતા તમન્ના ભાટિયાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે લોકો લગ્નને ઘણું મહત્વ આપે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે લગ્ન કરી લેશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તમન્નાના લગ્નની ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ અભિનેત્રીના લગ્નની અફવાઓ ઉડી હતી. પણ એ વાતોમાં કોઈ સત્ય નહોતું. હવે આ વખતે તમન્ના ભાટિયા લગ્ન કરે છે કે નહીં તે તમને જલ્દી જ ખબર પડી જશે. ટૂંક સમયમાં જ અભિનેત્રી પોતાના લગ્ન અંગે નિવેદન આપશે.