નવી દિલ્હી: કેન્સર (Cancer) સર્વાઈવર અભિનેત્રી લિસા રે (Actress Lisa Ray) સ્વસ્થ જીવનશૈલી જીવવામાં માને છે. સોશિય મીડિયા (Social media) યુઝર્સે અવારનવાર તેમના વર્કઆઉટના (Work Out) વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર જોયા હશે. વર્ષ 2009માં લિસા રેને બોન મેરો કેન્સર (Bone marrow cancer) થયું હતું. અભિનેત્રી પોતાના પગ પર બરાબર ઉભી પણ રહી શકતી નહોતી. જોકે ત્યાર બાદમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની મદદથી લિસા રે કેન્સર ફ્રી બની છે.
‘કસૂર’ ફેમ અભિનેત્રીએ સ્વસ્થ જીવનશૈલી જીતી લીધી છે. તમને જણાવી દઈએ કે લિસા રેને બે જોડિયા દીકરીઓ છે. અભિનેત્રીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કેન્સર મુક્ત થયાના ત્રણ વર્ષ પછી, તેમના જીવનમાં પરિવર્તન શરૂ થયું. હાલમાં જ કેન્સરની જર્ની વિશે વાત કરતી વખતે લિસા રેએ જણાવ્યું હતું કે કેન્સર એટલી હદે વધી ગયું હતું કે તેના શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટવા લાગી હતી. ડૉક્ટરોને આશ્ચર્ય થયું કે તે પોતાના પગ પર કેવી રીતે ઊભી છે?
કેન્સર મુક્ત થયા પછીની સફર સરળ નહોતી
કેન્સરથી ઝઝૂમી રહી હતી લિસાને કડવા અનુભવો થયો હતા. આ અનુભવ શેર કરતાં, લિસા રેએ જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરી. લિસા રેએ કહ્યું, “મારા શરીરના લાલ રક્તકણોની સંખ્યા એટલી ઓછી હતી કે મને કોઈપણ સમયે કાર્ડિયાક અરેસ્ટ આવી શકે તેમ હતું. ઘણા મહિનાઓથી હું મારા શરીરમાં થાક અનુભવતી હતી, પરંતુ મેં ધ્યાન આપ્યું ન હતું. કે મને એવું કંઈ થશે. કેટલાક ટેસ્ટ કર્યા બાદ ડૉક્ટરે મને કહ્યું કે મને બોન મેરો કેન્સર છે. આ સાંભળી મારી હોંશ ઉડી ગયા હતા. વધુમાં અત્રિનેત્રીએ કહ્યું કે ‘મેં એક લાંબો શ્વાસ લીધો અને તેની સારવાર કરાવવાનું વિચાર્યું. હું હંમેશા મારા જીવનમાં ઘણી દોડધામ કરતી રહી છું. મારા જીવનનો એક ભાગ રેડ કાર્પેટ સાથે જોડાયેલો હતો, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મને કેન્સર વિશે જાણ થઈ, એવું લાગ્યું કે મારા જીવનનો બીજો ભાગ આધ્યાત્મિક શાંતિ ઈચ્છે છે.”
લિસા રેએ કહ્યું, “હું હંમેશાથી એક પુસ્તક લખવા માંગતી હતી. મને લાગ્યું કે હું તેની સાથે જોડાઈ શકીશ. પરંતુ કામને કારણે હું લખી શકી નહીં. પછી કેન્સરે મારું આખું જીવન બદલી નાખ્યું. જ્યારે મને સ્ટેમ સેલ સર્જરી થઈ ત્યારે મેં મૃત્યુને નજીકથી જોયું. અહીં મારો અનુભવ કેવો રહ્યો તે વિશે મેં પહેલો લેખ લખ્યો. બહુ ઓછા લોકોએ તે લેખ વાંચ્યો અને મારી પ્રશંસા કરી. કોઈક રીતે મને હિંમત મળી. એવું કહી શકાય કે સર્જરી પછી મારો નવો જન્મ થયો. મને તે દિવસ યાદ છે જ્યારે મેં બ્લોગિંગ શરૂ કર્યું. તેણે કહ્યું કે કેટલી પાર્ટી અને ઈવેન્ટમાં મેં વિગ પહેરી, જે મને ગમતું ન હતું, તેથી મેં તે વિગ ઉતારી અને વાસ્તવિકતા સ્વીકારી લીધી. ત્યાર બાદ હું દરેક જગ્યાએ હેડલાઈન્સમાં હતી.
ટૂંકા વાળને કારણે જ્યારે લિસાના હાથમાંથી પ્રોજેક્ટ નીકળી ગયા
પોતોના પ્રોફેશનલ વર્કની વાત કરતા લિસા જણાવે છે કે કીમોથેરાપી પછી હું એક ટ્રાવેલ શોનો હિસ્સો બની હતી. તેમાં મારા ટૂંકા વાળ હતા. મેં તેનું નામ ‘કેમો કટ’ રાખ્યું, પરંતુ ચેનલે મને રિપલેસ કરી દીધી કારણ કે તેઓને લાંબા વાળવાળી છોકરી જોઈતી હતી. તે મારા માટે ખૂબ જ હાર્ટ બ્રોક્ન હતું. ત્રણ વર્ષ પછી, હું જાહેરમાં પાછી આવી છું. આજે હું સંપૂર્ણપણે કેન્સર મુક્ત છું તેને 9 વર્ષ થયા છે. ઘણું બદલાઈ ગયું છે.