મુંબઈ: બોલિવૂડના (Bollywood) ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી (AshishVidhyarthi) આ દિવસોમાં ચર્ચામાં છે. આશિષ વિદ્યાર્થીએ ખાસ કરીને તેના બીજા લગ્નને (Wedding) લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. ત્યારથી તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. લોકોએ તેમને બીજા લગ્ન માટે ન માત્ર ટ્રોલ કર્યો પરંતુ તેમની ઉંમરની પણ મજાક ઉડાવી છે. લોકો તરફથી મળેલી આ નફરત પર હવે આશિષ વિદ્યાર્થીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે શું હું મરી જાઉં?
આશિષ વિદ્યાર્થીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
આશિષ વિદ્યાર્થીએ જણાવ્યું કે લોકોએ તેમને બીજા લગ્ન માટે અલગ-અલગ ટેગ આપ્યા. કેટલાંક તો બુઢ્ઢો કહ્યો. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, “મેં બુઢ્ઢા, ખુસડ જેવા ઘણા અપશબ્દો વાંચ્યા છે. પરંતુ સૌથી મજાની વાત એ છે કે આ ટિપ્પણીઓ અમારા જેવા લોકો તરફથી આવી છે. હું તેમને કહી દઉં કે તેઓ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેવું કરીને આપણે પોતે જ પોતાને ડરમાં ધકેલી રહ્યા છીએ. કેમ કે ક્યારેક તો આપણે બુઢ્ઢા થવાના જ છીએ.
તમને જણાવી દઈએ અગાઉ આશિષે અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ગત વર્ષે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તાજેતરમાં આશિષ વિદ્યાર્થીએ ભૂતપૂર્વ પત્ની પીલુ (રાજોશી) વિદ્યાર્થી સાથેના તેના સંબંધો વિશે ખુલ્લીને વાત કરી હતી. તેમણે કહ્યું કે છૂટાછેડા લેતા પહેલાં બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી હતી.
મારી સંભાળ કોણ રાખશે?
આશિષ વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે આ વિશે વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, ” આપણી જાતને કહીએ છીએ કે, ‘અરે સાંભળો, આ કામ ન કરો કારણ કે તમે વૃદ્ધ છો.’ તો એનો મતલબ એ છે કે આપણે આ રીતે હતાશ થઈને મરી જઈએ. જો કોઈ આગળ વધવા માંગતું હોય તો કેમ નહીં?”
આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રોલર્સનો સામનો કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે કહ્યું, “આમાંથી કોઈ મારી સંભાળ લેવા આવવાનું નથી. દરેક વ્યક્તિને પોતાના માટે કંઈક કરવાનો અધિકાર છે, કારણ કે અંતે વ્યક્તિએ પોતાની ખુશી પસંદ કરવી જ જોઈએ.”
આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે કર્યા છે લગ્ન
આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુહા ગુવાહાટીની રહેવાસી છે .રૂપાલી બરુહા ફેશન ડિઝાઇનર અને બિઝનેસવુમન પણ છે. આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની રાજોશી પણ આસામની છે.