SURAT

ભાજપના પડકારની સામે આપમાં જોડાયેલા કાર્યકરોએ ભાજપના સભ્ય પદની રસીદો જાહેર કરી

surat : ભાજપના કાર્યકરો ( bhajap) આપમાં ( aap) જોડાઈ રહ્યા હોવાના આપના દાવાની સામે શહેર ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓએ પત્રકાર પરિષદ બોલાવીને આપમાં જોડાતાં કાર્યકરો ભાજપના નથી તેવી જાહેરાત કરી હતી અને તેના પુરાવા રજૂ કરવા માટે પડકાર ફેંક્યો હતો. ભાજપની નેતાગીરીના આ પડકારની સામે બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેની સાથે જોડાયેલા ભાજપના અનેક કાર્યકરોની ભાજપના સભ્ય હોવાની રસીદો સોશિયલ મીડિયામાં ( social media) જાહેર કરી હતી.

આપના નેતાઓ દ્વારા ભાજપમાંથી આપમાં જોડાયેલા ઘણા કાર્યકરોના વિડીયો પણ વાયરલ કર્યા છે. તેમજ દાવો કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના વિવિધ વોર્ડના મહામંત્રી, મંત્રી, આઈ.ટી. સેલ કારોબારી સભ્ય જેવાં વિવિધ સંગઠનના મહત્ત્વના હોદ્દા ઉપર રહેલા યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વોર્ડમાં મહામંત્રીના પદ ઉપર રહી ચૂકેલા વિપુલ સખીયાએ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જ હતો પરંતુ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ચમચાગીરી કરતા હોય તેવા જ કાર્યકર્તાઓને આગળ લાવવા માટેનું કામ કરાતા હું દુખી થયો છું.

ભાજપના આઇ.ટી. સેલમાં ( bhajap it cell) રહી ચૂકેલા જય લખણાકિયાએ જણાવ્યું કે, જ્યારે હું ધોરણ-12માં અભ્યાસ કરતો હતો ત્યારથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો હતો. આઈટી સેલમાં હું મારી ભૂમિકા ખૂબ જ સારી રીતે બજાવતો હતો. ત્યારબાદ હું મંત્રી સુધીના હોદ્દા ઉપર રહ્યો હતો. પરંતુ હવે જે કાર્યકર ખરેખર પાર્ટી માટે કામ કરતો હોય છે, તેને હાંસિયા પર ધકેલી દેવાનું ષડયંત્ર અંદરના જ નેતાઓ કરતા હોય છે. મેહુલ સિધ્ધપરાએ પણ આવી જ નારાજગી વ્યક્ત કરી હતી

Most Popular

To Top