Madhya Gujarat

લુણાવાડાની મલેકપુર ચોકડી પર બમ્પના અભાવે થતાં અકસ્માતો

મલેકપુર : લુણાવાડાની મલેકપુર ચોકડી પર સર્કલના અભાવે નાના મોટા અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. આથી,  રસ્તા પર સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ ઉઠી  છે.  મલેકપૂર ચાર રસ્તા પર લાઈટનો થાંભલો પણ નાંખવા આવ્યો ત્યારે કોઈ સર્કલ પણ નાનું મોટું બનાવવામાં આવ્યું નથી. જો કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં સર્કલ તેમજ સ્પીડબ્રેકર મુકવામાં આવે તો ચારે બાજુના વાહનચાલકો ધીમીગતિએ ચાલે અને અકસ્માત થતા અટકી શકે છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી પાસે સર્કલના અભાવના કારણે મલેકપુર ચોકડી પર નાના મોટા અનેક અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી હતી. ચાલતા જતા લોકો ને ઘણી વખત વાહન ચાલકોના લીધે ઘણી મુશ્કેલી પડે છે.

લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી પાસે હાલ તંત્ર દ્વારા સર્કલ ન બનાવતા મલેકપુર ચોકડી પાસે અનેક નાના મોટા અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી હતી. આમ લુણાવાડા થી દિવડા જતા રોડનુ હાલ નવીકરણ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યુ હતુ ત્યારે મલેકપુર બજાર પાસે આવેલ ચોકડી પાસે અકસ્માત થવાની દહેશત જોવા મળી રહી છે.જયારે મલેકપુર બજારમાં હાલ 200 જેટલી નાની મોટી દુકાનો આવેલી છે. આજુબાજુના ગ્રામ્યજનો પણ ભારે સંખ્યામાં મલેકપુર બજારમાં ખરીદી અર્થ આવતા હોય છે. જયારે બીજુ બાજુ લુણાવાડાથી દીવડા જતા મેન હાઈવે હોવાના કારણે મલેકપુર ચોકડી પર તંત્ર દ્વારા સર્કલ ન બનાવતા અકસ્માત ભય સતાવી રહ્યા છે.જયારે મલેકપુર ચોકડી પર અનેક વખત નાના મોટા અકસ્માત સર્જાવાની ઘટનાઓ બની છે.

Most Popular

To Top