સુરતમાં (એSurat) ગરબા (Garba) રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ (Studants And Police) વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં (Gujarat) વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી ગયું છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોની સાથે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં એબીવીપી (ABVP) ના વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યા બાદ રાજ્યભરમાં તેના ઉંડા પડઘા પડ્યા છે. રાજ્યભરમાં ABVPએ ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, પાટણ, ભાવનગર સુધી ફેલાયુ હતું. સુરત પોલીસ વિરૂદ્ધ શૈક્ષણિક કાર્યનો બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું હતું. આખા રાજ્યની યુનિવર્સિટીઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
સુરતમાં બનેલી ઘટનાનો વડોદરામાં ABVPએ વિરોધ કર્યો હતો. ABVPના કાર્યકરો યુનિવર્સિટીના હેડ ઓફિસ પર વિરોધ કરવા પહોંચ્યા હતા. રાજકોટ-સુરતમાં VNSGU માં ગરબા દરમિયાન પોલીસ દ્વારા વિધાર્થીઓને માર મારવાનો મામલે ABVP દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. ABVP ના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બંધ કરવાની ચીમકી આપી છે. ABVP ના વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જબરદસ્તીથી બંધ કરાવ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, જામનગરમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર થયેલા ઘર્ષણ આ મામલાને લઈને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને હવે આ સમગ્ર પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ વીર નર્મદ દ.ગુ.યુનિ.હોસ્ટેલના ગરબા મહોત્સવ દરમિયાન પોલીસ અને છાત્રો સાથે થયેલા ઝઘડામાં એબીવીપીના કાર્યકર્તાઓએ પોલીસના વિરોધ સાથે ભારે નારાબાજી કરી અત્યાચાર ગુજારનારા પોલીસકર્મીઓને ઘરે બેસાડવા માંગણી કરી હતી.
સુરત ખાતે એબીવીપીની માંગ
- અપરાધીઓની જેમ છાત્રો ઉપર અત્યાચાર ગુજારનાર ઉમરા પોલીસ સ્ટેશનના પી.આઇ. કિરણ મોદી સહિત પીએસઆઇ બીપીન પરમાર તેમજ ડી સ્ટાફ કોન્સ્ટેબલ ઇશુ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવે.
- કેમ્પસમાં ગુંડાગીરી કરી વિધાથીઓ સાથે છેડછાડ મારપીટ તેમજ અપશબ્દો બોલી દુગાર્માતાની પ્રતિમાનું અપમાન કરનારા સામે અપરાધિક કલમો લગાડી પગલા ભરો.
- પોલીસની આ હરકત બદલ સીપી માફી માંગે.
- જો 24 કલાકમાં આ માગંણીઓ નહિં ઉકેલાશે તો રાજયભરમાં પોલીસનો ઘેરાવ કરાશે