ઉત્તરાયણ આવતા જ પતંગ રસીકોના આનંદનો પાર રહેતો નથી. તહેવારના થોડા દિવસ પહેલા જ તેઓ પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે તે છેક જાન્યુઆરીના અંત સુધી આકાશમાં છુટાછવાયા પતંગો દેખાય જછે. વળી ઉત્તરાયણના બે દિવસ પછી તો ઝાડ, વિજળીના થાંભલા અને વિજળીના તાર પતંગોથી શણગારાયેલા અને રસ્તાઓ જીવલેણ દોરીઓથી! પતંગ પ્રેમીઓ ઉત્તરાયણના રહેવા માટે ધારદાર માંજો તૈયાર કરાવી રાખે છે. આ માનજો બીજાની પતંગ કાપવા માટે હોય એ સ્વાભાવિક છે. પરંતુ પતંગ કાપવા પહેલા તો તે ઘણા અકસ્માતો સર્જી શકે! મનુષ્ય અને પશુપંખીઓને ઇજા પહોચાડનાર (જીવ લેનાર) આ ધારદાર જીવલેણ માંજા વિના શુંઉતરાયણ ન ઉજવી શકાય? નિર્દોષોના જીવના જોખમે બીજાની પતંગ કાપવા આવા જીવલેણ માંજા વાપરી તહેવાર ઉજવવાનો કોઇ મતલબ છે ખરો?
જો આપણને બીજાની પતંગ કાપવા આવા જીવલેણ માંજા વાપરી તહેવાર ઉજવવાનો કોઇ તલબ છે ખરો? જો આપણને બીજાની કાપવા આવા જીવલેણ માંજા વાપરી તહેવાર ઉજવવાનો કોઇ મતલબ છે ખરો? જો આપણને બીજાની પતંગ કાપવા કરતા આપણી પતંગ ઉડાવવામાં રસ હોય તો આવા જીવલેણ માંજાની ધારદાર દોરીની જરૂર જ ન હોય! આ તહેવારમાન પતંગ કાપવા અને લૂંટવાની મઝા જ અનેરી હોય છે. પરંતુ એ નિર્દોષના જીવથી તો ઉપર નથી જ ને? ઉત્તરાયણનો તહેવાર આપણને ઊંચે ઉડવાનું (ઉપર ચઢવાનું) શીખવે છે તો પછી આ તહેવારનું સાચુ મહત્વ સમજી ધારદાર જીવલેણ માંજાનો ત્યાગ કરી ફકત સાદા દોરા વડે (ઓછા ધારદાર) આપણી પતંગ ઉપર ઉડાડવામાં રસ દાખવીએ અને જીવલેણ ધારદાર માંજાથી થતી જાનહાની અને પશુ પક્ષીઓની હાની પહોંચતી અટકાવીએ.
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.