પાલ-અડાજણ-પાલનપુર રોડ રાંદેર રોડ વિસ્તારોમાં ફાટીને ધૂમાડે ચડેલા યુવાનો જાહેર માર્ગ ઉપર અત્યંત સ્પિડમાં બાઇકો ભગાવે છે. જાહેરમા બીજાના જીવ જોખમમા મુકે એવા સ્ટંટ કરે છે. હાલ થોડા સમય પહેલા જ અડાજણના બે યુવાનોએ સ્પિડ રેસીંગ કરવા જતા ડુમસ રોડ ઉપર ભયાનક અકસ્માત કર્યો હતો ત્યાં આજે ફરી અડાજણના જીલાની બ્રિજ ઉપર રોંગ સાઇડ ખતરનાક બાઇક સ્ટંટ કરનાર યુવાનના ફોટા ગુજ.મિત્રમાં છાપવામાં આવ્યા છે.
(તા. 9.3) શહેરભરમાં જાહેર જગ્યાએ સી.સી. કેમેરા લાગ્યા હોવા છતા પોલીસ આવા લોકોને પકડી કેમ નથી શકતી? સુરતના પો.કમિ. તોમર અત્યંત કડક અને નિષ્ઠાવાન અધિકારી હોવાની છાપ ધરાવે છે એમણે આવા તોફાની તત્વોને ઝબ્બે કરવા પોલીસ તંત્રને યોગ્ય સુચના અને માર્ગદર્શન આપવા જરૂરી લાગે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.