અમદાવાદ: આપના (Aam Aadmi Parti) ઉમેદવારે (Candidate) વેરાવળના એક ટોલકર્મીને (Tolkarmy) માર માર્યો હોવાનો બનાવ સોમનાથમાં બન્યો હતો. આ બનાવ ગત 15મી તારીખે રાત્રે 12 વાગે બન્યો હતો. આપના સોમનાથ બેઠકના (Somnath Seat) ઉમેદવાર જગમાલ વાળા વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ (Tollbooth) ઉપરથી તેની કાર લઇને પસાર થઇ રહ્યા હતા.એ સમેયે ટોલબૂથ ઉપર બેરેક શું કામ રાખ્યા છે તેમ કહી દદગીરી કરીને તેને ટોલ નાકાના કર્મચારી ઉપર હાથ ઉઠાવીને દદગીરી કરી હતી અને કર્મચારીને લાફા મારી દીધા હતા.આખો ઘટનાક્રમ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. જેના ફૂટેજ પણ સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.ઘટનાના અનુસંધાનમાં પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.આથી પહેલા પણ આજ ટોલબુથ ઉપર જગમાલ વાળાએ NAHIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે માથાકૂટ કરીને માર મારવા બાદલ પોલીસમાં ગુનો નોંધાઈ ચુક્યો છે.
કર્મચારીને લાફા મારી અપશબ્દો બોલ્યા હતા
સમગ્ર ઘટનાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ વેરાવળ નજીક હાઇવે ઉપર આવેલા ડારી ટોલ બૂથ ફરજ બજાવી રહેલા કર્મચારી ધરમ રાણાભાઈ વાજાએ દ્વારા કરવામાં આવેલ ફતિયાદમાં તેમણે જણાવ્યું હતું કે,બે દિવસ પહેલા મોડી રાત્રે એક સફેદ કલરની કારમાં આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળા ટોલ બૂથ પર પહોંચ્યા એ સમયે તેની આગળની કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો. ત્યારે કારમાંથી નીચે તેમણે ઊતરીને કહ્યું હતું કે હું જગમાલ વાળા છું અને મારી ગાડી આવવાની હોય ત્યારે જ કેમ બેરેક રખાય એમ કહીને સટાસટ બેથી ત્રણ લાફા કર્મચારીને ઝીંકી દીધા હતા અને અપશબ્દો પણ બોલ્યા હતા. પછી તેઓ તેમની કાર લઈને ત્યાંથી જતા રહ્યા હતા.
પોલીસે ગુનો નોંધી વિગતવારની કાર્યવાહી હાથ ધરી|
જગમાલ વાળાએ ટોલકર્મી સાથે જે રીતનું વર્તન કર્યું હતું તેનો આખો ઘટનાક્રમ ટોલબુથના CCTV કેમેરામાં કેદ થયો હતો. જે પોલીસે ચકાસ્યા હતા અને માત્ર ડિવાઈડર હટાવવા જેવી બાબતે એક કારમાંથી ઉતરેલા શખસ ટોલકર્મીને લાફા મારતો દેખાઈ રહ્યો હતો. આ CCTV ફૂટેજને આધારે ટોલકર્મીએ ઘટનાની ફરિયાદ કરતા પ્રભાસપાટણ પોલીસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલા વાળા સામે IPC કલમ 232,504 મુજબનો ગુનો નોંધીને વિગતવારની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણવ્યું હતું.