SURAT

ઈચ્છાપોરના હીરાબુર્સમાં બનેલી આ દુ:ખદ ઘટનાને લીધે ગોપીપુરાના શૈતાન ફળિયામાં માતમ છવાયું

સુરત : શહેરના ઇચ્છાપોર ખાતે આવેલા હીરા બુર્સના અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈચ્છાપોરના હીરા બુર્સમાં 47 વર્ષીય કિરીટ જરીવાલાનું મોત નિપજ્યું છે. પાઈપ ઉપાડવા જતી વખતે પગ સ્લીપ થઈ જતા અકસ્માતે કિરીટભાઈ ટાંકીની અંદર પડી ગયા હતા. 15થી 20 ફૂટ ઊંડી ટાંકીમાં તે ડૂબી ગયા હતા. તેમની બૂમો સાંભળી સાથી કર્મચારીઓ મદદ માટે દોડી ગયા હતા, પરંતુ તેની કોઈ મદદ કરી શકે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

મૃતકના સાથી કર્મચારી જયેશ સાગલેએ જણાવ્યું હતું કે ઘટના લગભગ 10 વાગ્યાની હતી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. પાઇપ ઉપાડવા જતી વખતે પગ સ્લીપ થઈ જતા કિરીટભાઈ અચાનક 15-20 ફૂટ પાણીના ટાંકામાં પડતા બુમાબુમ કરી દીધી હતી. કોઈ મદદ મળે એ પહેલાં કિરીટ ભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર અને પોલીસ ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ત્યાર બાદ બહાર કાઢી 108માં કિરીટભાઈને સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરાયા હતા.

મૃતકના પરિવારે જણાવ્યું કે તેઓ ગોપીપુરાના શૈતાન ફળિયામાં બે પુત્ર અને પત્ની સાથે રહેતા હતા. આજે સવારે નોકરી પર ગયા બાદ દુઃખદ સમાચાર મળતા પરિવાર દોડતું થઈ ગયું હતું. કોન્ટ્રાકટર એવા મૃતકના પિતરાઇ ભાઈ જ્યેશ જરીવાલાએ કહ્યું હતું કે મારી પાસે ત્રણ વર્ષથી કામ કરતા હતા. પ્લાન્ટ સાચવવાની સાથે સાથે હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા.

ફાયરના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાણીની સપ્લાયનો પ્લાન્ટ ચાલતો હતો, તેમાં 14 કર્મચારી હતા. ત્યારે અકસ્માતે પગ લપસી જતા જયેશ જરીવાલા ટાંકામાં પડી ગયા હતા. પાણીની ટાંકી ૫૦x૫૫ ની હતી. તે 20 ફૂટ ઊંડી હતી. ટાંકી ઉપર પાટીયા મુકેલા પાઈપ લેવા જતા ટાકી અંદર પડી ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.

Most Popular

To Top