Dakshin Gujarat

સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની

કડોદરાના તાંતીથૈયાના એક કારખાનામાં આઘાતજનક ઘટના બની છે. કામ કરતી વખતે મશીનમાં મજૂરનો હાથ ફસાઈ ગયા બાદ કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મજૂરોમાં રોષ ફેલાયો છે. સુરક્ષાના મામલે કારખાનેદાર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ. મિલમાં સેન્ટર મિલન મશીન નામના સિલાઈ મશીન પર કારીગર રણજીત અજય મહંતો (ઉં.વ.25) કામ કરી રહ્યો હતો. અચાનક તેનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો હતો. મશીનના ફોર્સમાં તેનો આખો હાથ ખેંચાયો હતો. તે ખભાના ભાગેથી કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો.

ક્ષણભરમાં બનેલી આ ઘટનાને પગલે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. રણજીતની હાલત કફોડી બની હતી. તેના ખભા પરથી લોહીના ફુવારા છૂટ્યા હતા. સાડી સાથે વીંટળાયેલો હાથ મશીન પર લટકવા લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતને કડોદરાની લીલાબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તેની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. યુવાન નજૂરનો આખો હાથ ગુમાવવાના આ બનાવને પગલે તાંતીથૈયાના કારીગર વર્ગમાં રોષ વ્યાપી ગયો હતો. મિલમાં સુરક્ષાનો અભાવ હોવાના મજૂરોએ આક્ષેપ કર્યા હતા.

Most Popular

To Top