રાત્રિની નીરવશાંતિમાં ખલેલ પાડતો રીક્ષા, છકડાં, ખટારાં, ચિત્રવિચિત્ર હોર્ન ચેનથી ઊંઘ પણ નહીં લેવા દે. માણસ હવે શહેરને શ્વસતા ટેવાઇ ગયો છે જે ક્યેરય જંપતુ નથી. જંપવા દેતું નથી. દરમિયાન એક સવારે ચા નો કપ હાથમાં થંભી ગયો! સાંભળી ઘૂઘરાંનો અવાજ, રણકાર, બે પૈંડાની વાહનો રસ્તા સાથે થતાં ઘર્ષણનો અવાજ, ફલેટની નજીક આવતાં કપ ટેબલ પર મૂકી ગેલેરીમાં દોડ્યો. અડાજણ ગામ તરફથી એક બળદગાડું (દુર્લભદૃશ્ય) નજીક આવતાં નિહાળ્યું. બંને બળદની ડોકમાં હતા પણ જેના ઘૂઘરાંનો વિશિષ્ટ પ્રકારનો કર્ણપ્રિય અવાજ-ખણકાર વર્ણેબાદ સાંભળવા કાળ્યો.
ચાલકના એક હાથમાં દોર, બીજા હાથમાં વારંવાર ઊંચી થતી પરાણી, પાછળ બેઠકની ખખડતી વાંસપટી અલબત્ત કુતરૂં નીચે ચાલતું ન હતું પરંતુ પોમોલિયન ગાડાને ખોળે કુદાકુદ મસ્તી કરતું. જે દૃશ્ય અતિમેષ નજરે જોઇ રહ્યો. અચાનક બેમાંથી એક બળદે અવળચંડાઇ કરતાં હાંકનારે બે સુરતી સંભળાવી, પરાણી ગોંચી, બરાડ્યો હેન્હા, તારો પોહતો મરે. પોતાની જ જાત પર ગુસ્સો ઠાલવવાની અનોખી, નિર્દોષ, ભોળી રીત નિહાળી. દિવસ સુધરી ગયો. ધુળિયા રસ્તાની ગેર હાજરીમાં આ અનુપમ દુર્લભ દૃશ્ય નિહાળી વિસરાતા સૂરની જેમ લાંબો સમય કર્ણપટ પર ગૂંજયા કર્યા પેલા બળદગાડું ઘુઘરાંના અવાજ હાકનારના લહેકાં, પોતાની જ જાત પર ગુસ્સો થવાની અનોખી રીત. આજે ઊગતી ઉછરતી પેઢીને ક્યાંથી ખબર હોય એની કામગીરી, મહુતા આસ્વાદ તથા કાધુરપની?
અડાજણ – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જો મિતુલ ત્રિવેદી ગુનેગાર તો બાગેશ્વર બાબા કેમ નહીં?
મિતલ ત્રિવેદીએ ચંદ્રયાન 3 ડિઝાઇન બનાવવાનો ખોટો દાવો કર્યો અને એક કાયદાકીય મુસીબત વોહરી લીધી, ઘણાને રાતોરાત પ્રખ્યાત થવાની ઘેલછા હોય છે, મિતુલ ત્રિવેદીએ પણ એ ઘેલછાની તૃપ્તિ માટે ખોટો દાવો કરી દીધો, પણ શું એવો મોટો ગુનો કર્યો છે? કોઇનું જાનમાલનુન કે નુકશાન થયું છે કે દેશદ્રોહનો ગુનો છે? જો મિતુલ ત્રિવેદી ગુન્હેગાર હોય તો પછી સનાતન ધર્મનો ઝંડો લઇને ફરતા ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વરવાલા બાબાને તો જાહેરમાં ફાંસી આપવી જોઇએ. કારણ કે તેમને જયારે પૂછવામાં આવ્યું કે તમને ભવિષ્યમાં શું થવાનું છે તેની ખબર હોય છે તો ઓરિસ્સા બાલાસર ટ્રેન દુર્ઘટનાની ખબર હતી? તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ જવાબ આપ્યો હતો કે મને તો ખબર હતી પણ જયાં સુધી મને કોઇ પૂછે નહીં ત્યાં સુધી હુન નહીં કહું…! હવે આ ટ્રેન દુર્ઘટનામાં કેટલી જાનમાલનું નુકશાન થયું એ દુનિયા જાણે છે તો આ વકતવ્યના આધારે સૌથી મોટો ગુનો કોનો કહેવાય???
સુરત – કિરણ સૂર્યાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.