Gujarat

ભારે વરસાદના પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો, આટલી ટ્રેનો રદ કરાઈ

સુરત: નર્મદા નદી છલકાતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીની સપાટી ભયજનક સપાટી વટાવીને 40 ફૂટ પર પહોંચી છે. તેના પગલે પશ્ચિમ રેલવેએ સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતી તમામ ટ્રેનો રદ કરી છે. તમામ ટ્રેનોને નજીકના સ્ટેશનો પર ઉભી કરી દેવાઈ છે. સવારથી જ ટ્રેનો રદ થઈ જતા અનેક મુસાફરો અટવાયા છે. ગુજરાતના પ્લેટફોર્મ ઉભરાઈ ગયા છે. હાલ મોટાભાગની ટ્રેનોને અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવામાં આવી છે. લગભગ બધી જ ટ્રેનો અંદાજે 10 કલાક જેટલી હાલ લેટ ચાલી રહી છે.

આટલી ટ્રેન કેન્સલ કરવામાં આવી

  • 22930 વડોદરા-દહાણુ રોડ
  • 22929 દહાણુ રોડ-વડોદરા
  • 09156 વડોદરા સુરત
  • 09155 સુરત-વડોદરા
  • 09318 આણંદ-વડોદરા
  • 22953 મુંબઈ-અમદાવાદ
  • 20901 મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
  • 20902 ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ
  • 12009 મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
  • 12010 અમદાવાદ-મુંબઈ
  • 19015 દાદર-પોરબંદર
  • 12934 અમદાવાદ-મુંબઈ
  • 12932 અમદાવાદ-મુંબઈ
  • 82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ
  • 22954 અમદાવાદ મુંબઈ
  • 12933 મુંબઈ-અમદાવાદ
  • 12931 મુંબઈ-અમદાવાદ
  • 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ
  • 09172 ભરૂચ-સુરતની ટ્રેન કેન્સલ કરાઈ છે…
  • જ્યારે 12939 નંબરની પુણે-જયપુર વચ્ચે ચાલતી ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે.

પાણી ઓસરતા આ ટ્રેક પર ટ્રેનો ચાલુ કરાઈ
દરમિયાન સોમવારે બપોર સુધીમાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના બ્રિજ નંબર 502ની અપલાઈન પરનું પાણી ખતરાના નિશાનથી નીચે આવતા આ ટ્રેક પરથી રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ટ્રેનો ધીમી ગતિ અને સાવધાનીથી દોડાવવામાં આવી રહી છે.

હેલ્પ ડેસ્કના અભાવે સુરતમાં મુસાફરો અટવાયા
ભરૂચમાં નર્મદા નદી છલકાતા રેલવે વ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે, તો અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે, જેના પગલે મુસાફરો અટવાઈ રહ્યાં છે, ત્યારે સુરત રેલવે સ્ટેશનની લાપરવાહી સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નંબર 1 અને 2 પર પૂછપરછ માટે હેલ્પ ડેસ્ક ન હોવાથી પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે

ભરૂચમાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાયો
ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં આવેલા પૂરના લીધે ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર 8 પર વાહનવ્યવહાર બંધ કરાયો છે. અહીં 10 વર્ષ બાદ પહેલીવાર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. છેલ્લે 2013માં પૂરમાં ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર પાણી ભરાયા હતા. ભૂતમામાની ડેરીથી અંકલેશ્વર ગોલ્ડન ટ્રેડ શોપિંગ સેન્ટર વચ્ચે માર્ગ પર ફરી વળ્યાં છે, જેથી વહીવટી તંત્રએ આ માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top