Charchapatra

એક તરફી સંબંધનું આયુષ્ય લાંબું હોતું નથી

5મી સપ્ટેમ્બર મુ.શ્રી ભગવતીકુમાર શર્માની યાદનો દિવસ છે. આંખના પલકારામા પાંચ વર્ષ પુરા થઈ ગયા. યાદ હજુ ભુલાય નથી. એક તરફી સંબંધનું આયુષ્ય લાંબુ હોતુ નથી. એક વાહ જાહેર મંચ પરથી એમના મુખેથી બોલાયેલું આ મહાવાક્ય યાદ રહી ગયું છે. કહેવું જોઇએ કે એમની સાથે સંબંધ ધરાવનાર નાનામાં નાના માણસને તેઓ પ્રેમથી બોલાવી ખબર અંતરપૂછતા ફોન દ્વારા વર્ષગાઠ પર શુભેચ્છા સાથે આશિર્વાદ પાઠવતા. અનુભવની આ તદ્દન સાચી વાત કરું છું.

એમને મન સૌથી શ્રેષ્ઠ સંબંધ મૈત્રી સંબંધ હતો. ‘મિત્ર’ અખબારમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરનાર ભગતીકુમાર શર્માની રગેરગમાં મૈત્રી સંબંધ વહેતો હતો. અન્ય અખબારની છાલયમાં એની લોભામણી ઓફરમાં તેઓ ક્યારેય પડ્યા નથી. ‘મિત્ર’ પ્રત્યેનો ધર્મ અને કર્મ અંત સમય સુધી વફાદારી પૂર્વક નિભાવી જાણ્યો છે. જાહેર કાર્યક્રમમાં એમની હાજરીથી આખો હોલ ભરાય જતો. એમની વામીને લાભ આ શહેરની જનતાને અનેકવાર મળ્યો છે. દરેક વર્ગના યુવાનો, વડિલો, મહિલાઓને એમના પ્રત્યે અદ્દભૂત આદર પ્રેમ હતો.

સંબંધ બાંધવા, સંબંધ કેવી રીતે નિભાવવાના પાઠ એમની પાસેથી શીખવા મળ્યા છે. એમનો એક ખાનગી શોખ જાહેરમાં કહી દઉં છું. ગુજરા હુઆ જમાનાની ફિલ્મોના સંગીતના તેઓ શૌખીન હતા. તેઓ એક નહીં પણ બે રેડિયો રાખતા રેડિયો પ્રેમી હતા. ઘરમાં ક્યારેક ખાનગીમાં જુની ફિલ્મોના યાદગાર ગીતો તેઓ મુખ દ્વારા સિટી વગાડીને એની મજા લેતા. આ એમનો શોખ એમના નિકટના મિત્રો જાણતા હતા. ખેર હવે એ બધી યાદો રહી ગઈ છે. સાહિત્યની દુનિયાના દરેક ક્ષેત્રમાં અદ્દભૂત ખંડાણ કરનાર મુ.શ્રી ભગવતીકુમાર શર્માને આજના સ્મૃતિ દિવસે વિનમ્ર નમન વંદન.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top