SURAT

પાલના સ્પામાં મહિલા કર્મચારીને સંચાલકે લાફો મારતો વિડીયો વાઈરલ

સુરત: શહેરના પાલ ગામના એક સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાને તમામ કર્મચારીઓની હાજરીમાં એક પુરુષ માર મારતો હોવાનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો પાલ ગામના સ્પા સેન્ટરનો હોવાની વાત સામે આવી છે. 15 દિવસનો બાકી પગાર માગતા મહિલાને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. પાલ પોલીસે હુમલાખોર પુરુષની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ઘટના પીપલ્સ વેલનેશ સ્પા સેન્ટરમાં બની હતી. સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાનો 15 દિવસના બાકી પગાર મુદ્દે માર મરાયો હતો. પગારના બાકી નીકળતા પૈસાની માગણી ને લઈ મહિલા મોડી સાંજે સ્પા ઉપર ગઈ હતી. જ્યાં સ્પાના સંચાલક પિયુષ ગાંધીએ મહિલાને રૂપિયા આપવાની ના કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેને લઈ પિયુષ ગાંધીએ મહિલા સાથે ઝપાઝપી કરી ધક્કા મારી સ્પામાંથી બહાર કાઢી મૂકી હતી. આ બાબતે મહિલા દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે પિયુષ ગાંધી (રહે.ગુરુકૃપા સોસાયટી, ઘોડદોડ રોડ,સુરત)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, સ્પામાં મહિલા સાથે થયેલી ઝપાઝપીનો વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ થયો હતો. વિડીયોમાં પિયુષ ગાંધી મહિલા સાથે ઝપાઝપી કરતો દેખાય છે જ્યારે મહિલા સ્પામાં પડેલી ચીજ-વસ્તુઓ ફેંકતી નજરે પડી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top