Sports

મહેન્દ્રસિંહ ધોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો થયો વાયરલ, ગોલ્ફ રમતા જોવા મળ્યા

નવી દિલ્હી: એમએસ ધોનીએ (MSDhoni) વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લીધી હતી. જોકે તે હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં (IPL) રમી રહ્યો છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 2023માં આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો. 

આ દરમિયાન માહી એટલે કે ધોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અમેરિકાના (Amercia) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ExPresident DonaldTrump) સાથે જોવા મળી રહ્યો છે. ધોની હાલ અમેરિકામાં છે. હાલમાં જ તે યુએસ ઓપન (USOpen) દરમિયાન ક્વાર્ટર ફાઈનલ (Quarter Final) મેચ જોવા આવ્યો હતો. આ મેચ વિશ્વના નંબર-1 ટેનિસ (Tennis) ખેલાડી કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) અને એલેક્ઝાંડર ઝવેરેવ (Alexander Zverev) વચ્ચે રમાઈ હતી.

એમએસ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ કોર્સ (Golf course) પર જોવા મળે છે. ધોની પાસે ગોલ્ફ સ્ટીક પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે ધોની માટે એક મેચનું આયોજન કર્યું હતું. ધોની અને ટ્રમ્પના ફોટો જોઈને ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા. 

એક વીડિયોમાં ધોની અને ટ્રમ્પ પણ સાથે રમતા જોવા મળે છે. IPL 2023 પછી 42 વર્ષીય ધોનીની T20 લીગમાંથી નિવૃત્તિ લેવાની અટકળો ચાલી રહી હતી, કારણ કે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તેમની ઉંમરને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ધોનીએ તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. ટી20 લીગમાંથી નિવૃત્તિના સવાલ પર તેણે કહ્યું હતું કે ટી20 લીગની નવી સીઝનની હરાજી માટે હજુ સમય છે. આવી સ્થિતિમાં આ અંગેનો નિર્ણય તે સમયે લેવામાં આવશે.

Most Popular

To Top