સુરત : સુરતમાં રીલ બાદ બાઇક સ્ટંટ નો જોખમી વિડીયો વાઇરલ થતા પોલીસની ઊંઘ ખરાબ થઈ ગઈ છે. પારલે પોઇન્ટ વિસ્તારમાં એક બાઇક સવાર ચાલુ બાઇક પર ઉભો રહીને સ્ટંટ કરતો વિડીયો વાઇરલ થયો છે. એટલું જ નહીં પણ સ્ટંટ કરનાર યુવક બ્રિજ ઉપર જતો દેખાય રહ્યો છે. માત્ર 13 સેકેન્ડના આ વીડિયોમાં રુંવાટા ઉભા કરી દે એવા સ્ટંટ દેખાય રહ્યા છે. એટલું જ નહીં પણ આવા વાઇરલ વિડીયો બીજા યુવકોને ઉત્સાહી કરી મોતના મુખમાં લઈ જવા માટે પ્રેરણા આપતા હોવાનું પણ કહેવાય રહ્યું છે.
લોકોનું કહેવું છે કે આવા સ્ટંટ કરનાર યુવકો માટે માતા-પિતા જ જવાબદાર કહી શકાય છે. સ્પોર્ટ્સ બાઇક ઉપર ઉભા રહી સ્ટંટ કરતા કોઈ દુર્ઘટના સર્જાય એટલે બચવાની કોઈ જ શકયતા રહેતી નથી. નહિતર ગંભીર ઇજા બાદ કોમાંમાં ધકેલી દે એ વાત ને નકારી શકાય નહીં, એટલું જ નહીં પણ આવા વિડીયો પાછળ સોશિયલ મીડિયામાં મળતી સસ્તી પ્રસિદ્ધિ પણ જવાબદાર ઘણી શકાય છે.
વરસાદી માહોલ અને ભીના રસ્તા ઉપર હાલ આવા સ્ટંટ એટલે મોત ના દરવાજા ખોલવા સમાન કામગીરી કહી શકાય છે. બ્રિજની રેલીગ પર ચઢી રીલ બનાવી, જોખમી સ્ટંટ કરવા અને સોશિયલ મીડિયામાં મુકનાર સામે કડક પગલાં ભરાવવા જોઈએ, એટલું જ નહીં પણ આવા યુવકોને જામીન પણ મળવા ન જોઈએ, ભારત દેશ દેખા દેખી નો દેશ છે, આ સ્ટંટ કે બ્રીજ પર રીલ બનાવવતા યુવકોને જોઈ બીજા યુવકો ઉત્સાહી થતા હોય એ વાત ને નજર અંદાજ કરી શકાય નહિ.
આ વીડિયો વાઈરલ થતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. વીડિયો પાર્લે પોઈન્ટ વિસ્તારનો હોવાની ચર્ચાના પગલે આ મામલો ઉમરા પોલીસ પાસે પહોંચ્યો છે. હાલ વીડિયોની મદદથી પોલીસ સ્ટંટ કરનાર બાઈક ચાલકની શોધ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.