તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses of 3 thousand caror) થયાની સંભાવના સરકારે કહી છે. જેમાં ઘરોને નુકસાનની સાથે સાથે વાવાઝોડાના કારણે હજારો વૃક્ષો પણ ધરાશાયી થયા છે. સુરતમાં વાવાઝોડાને કારણે 300થી વધારે વૃક્ષો ધરાશાયી થતા આ વૃક્ષનાં લાકડા વેચી દેવાને બદલે વિવિધ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકા ( smc) એ નક્કી કર્યું છે. 300 વૃક્ષોમાંથી લગભગ 200 ટન લાકડું ભેગું થયું છે. હવે પડેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષ ઉગાડવાનો પણ પાલિકાએ નિર્ણય કર્યો છે. પાલિકાના નિર્ણય બાદ શહેરમાં વાવાઝોડા દરમિયાન પડેલા વૃક્ષો ( trees) ની સંખ્યા ભલે ઓછી થઈ હોય પણ હવે એક ઝાડના બદલામાં 3 ઉગાડવાની વાત ખરેખર ખૂબ સારી છે.
શહેરમાં તૌક્તે વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલાં 300 જેટલાં વૃક્ષના લાકડાનો ઉપયોગ વિવિધ સ્મશાન ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કરવાનું આયોજન પાલિકાએ કર્યું છે. આ અગાઉ પણ કોરોના કાળમાં પાલિકાએ 200 ટ્રકમાં અંદાજે 200 ટન લાકડું સ્મશાનગૃહમાં પહોંચાડયું હતંુ. દરમિયાન વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલાં 90 ટકા ઝાડ રોડ સાઇટ કે ડિવાઇડરના છે.ખુદ બાગ ખાતુ પણ કહે છે કે, રોડ સાઇટ પર રોપાતા મોટા વૃક્ષના મૂળિયા ઉંડે ઉતરતા ન હોવાથી પડી જાય છે. અગાઉ 24 જુન, 2015માં તોફાની વરસાદના લીધે શહેરમાં એક જ રાતમાં 100 ઝાડ પડ્યા હતા.
વાવાઝોડા દરમ્યાન આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને રાત્રિ દરમ્યાન જ 300 થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ હતું . એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં કલાકોની જહેમત બાદ સફળ થઈ હતી.
શહેરીકરણમાં તેનો હલ લાવવો અઘરો છે. રોડ સાઇટ કે ડિવાઇડર હોય ત્યાં ઝાડના મૂળિયાને અનેક અડચણો આવે છે જેમકે રોડ, ફુટપાથ, આજુબાજુની દિવાલના કારણે મૂળિયા ઉંડે સુધી ઉતરતા નથી. આ જ કારણોથી હવે હવે નાના ઝાડ રોપી રહ્યા છે જે આવી જગ્યા પર ટકી શકે. એસવીએનઆઇટી નિવૃત્ત પ્રોફેસર ડી.વી. ભટ્ટ કહે છે કે, રોડ સાઇટ પરના ઝાડને બીજી તકલીફ એ પણ પડે છે કે હવા સ્પિડી હોય ત્યારે તે તેનો સીધો સામનો કરે છે જ્યારે ગાર્ડનમાં ઝાડની ગીચતાના લીધે એટલો પવન લાગતો નથી. રોડ સાઇટ પરના ઝાડને જોઇએ એટલો ઉંડો ખાડો ખોદી રોપવામાં ન આવે તો પણ તે જલદી પડી જાય છે.