Madhya Gujarat

મધ્યપ્રદેશના ટ્રક ચાલકે મહિલા પર દૂષ્કર્મની કોશીષ કરી

આણંદ : મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મહિલા લાકડાં વિણીને ઘરે પરત ફરી રહી હતી, તે સમયે એક ટ્રક પાસેથી લીફ્ટ લીધી હતી. જોકે, આ મહિલાને તેના સ્થાને ઉતારવાના બદલે ચાલકે તેને બળજબરી પૂર્વક ટ્રકમાં જ બેસાડી રાખી ખેડા સુધી લઇ આવ્યો હતો. જ્યાં તેણે મહિલા પર દૂષ્કર્મની કોશીષ કરી હતી. જોકે, સમયસર ટ્રક ચાલકનો ઇરાદો પારખી ગયેલી મહિલા નજીકની હોટલમાં બચવા માટે દોડી ગઇ હતી. જોકે, બનાવથી ગભરાયેલી મહિલા સુનમુન થઇ ગઇ હતી. જેને અભયમની મદદથી પરત મધ્યપ્રદેશ તેના ઘરે પહોંચાડવામાં આવી હતી. મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મહિલા લાકડાં વિણીને પોતાના ઘરે પરત ફરતા સાંજ પડી ગઇ હતી.

આથી, ઝડપથી ઘરે પહોંચવા તેણે એક ટ્રક ચાલક પાસેથી લીફ્ટ માંગી હતી. જોકે, ટ્રક ચાલકે લીફ્ટ આપ્યા બાદ તેને બળજબરીથી અમદાવાદના હાઈવે પાસે એક હોટલ પર લઈ આવ્યો હતો. જ્યાં તેની ઉપર દુષ્કર્મની કોશીશ કરતા મહિલા ત્યાંથી ભાગીને હોટલ પહોંચી ગઈ હતી. જ્યાં તેની માનસિક હાલત સારી ન જણાતા એક ભાઈએ ફોન કરીને અભયમને બોલાવ્યા હતા. આ ઘટનાની ખબર પડતા જ અભયમની ટીમના કાઉન્સીલર રીટા ભગત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. જ્યાં પુછપરછ કરતા મહિલા મધ્ય પ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું હતું. આથી, અભયમ દ્વારા તેમને સખી વન સેન્ટર પહોંચાડવામાં  આવ્યાં હતાં. બીજા દિવસે તેમની માનસિક હાલત સારી થતા તેમના પરીવારની ભાળ મેળવી હતી. બાદમાં જરૂરી કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top