કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ૦૧/૦૪/૨૦૦૫ પછી નોકરીમાં જોડાયેલ પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી પરિણામે તેઓ નિવૃત્ત થાય ત્યારે તેઓને નજીવી રકમ મળે છે જેથી નિવૃત્ત મય જીવન ગુજારવું મુશ્કેલ બની જાય છે આ બાબતે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ,શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કેટલાક રાજ્યોમાં રજૂઆતને પગલે જૂની પેન્શન યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત રાજ્યમાં હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી તેથી કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણને આવેદન પત્ર આપી શિક્ષકોએ પોતાની માંગો સરકાર સુધી પહોચાડવા પ્રયાસ કર્યો છે.
પેન્શનમાં મળતી નજીવી રકમથી જીવન નિર્વાહ મુશ્કેલ બને છે
By
Posted on