Charchapatra

ભારતમાં યુવાનો અને મિડલ એજના વ્યકિતઓમાં હૃદયરોગનું ચોંકાવનારું પ્રમાણ

પશ્ચિમના દેશો કરતાં પણ ભારતમાં હૃદયરોગના મિડલ એજનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યાં છે. જો આપણે જાગીએ નહીં તો કેન્સર પછી હૃદયરોગ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલાતા વ્યકિતઓનું પ્રમાણ વધી જશે. સામાન્ય રીતે હૃદયરોગની પાછળ બેઠાડુ જીવનશૈલી, અનિયમિત જીવનશૈલી, કસરતનો અભાવ, જંક ફુડનો પ્રભાવ, કોલેસ્ટ્રોલનો પ્રભાવ અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેકાળજી જવાબદાર છે. સમયના મેનેજમેન્ટના અભાવે તનાવપૂર્ણ જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. હૃદયરોગ ન થવા દેવો હોય તો વ્યવસ્થિત ખાનપાન સાથે ચાલવું પણ એટલું જ જરૂરી અને સાથે બધું મનમાં ન ભરી રાખતાં બીજાની સાથે જેટલા ખૂલીશું, હૃદયપૂર્વક રહીશું તો ડોકટરો પાસે હૃદય ન ખોલાવવું પડે!
સુરત       – વૈશાલી જી. શાહ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top