પંચમહાલ(PanchMahal): ગુજરાત રાજ્યમાં (Gujarat) વધુ એક વ્યક્તિનું હૃદય બેસી જતાં મોત થયું છે. પંચમહાલમાં એન્ટી કરપ્શન બ્યુરોનો (ACB) દરોડો (Rail) પડતા નિવૃત્ત કર્મચારીનું (Gujarat Government Retired Employee) હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર એસીબી દ્વારા સિંચાઈ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે દરોડા કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે નિવૃત્ત કર્મચારીને એટેક આવ્યો હતો. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ નિવૃત્ત કર્મચારી પર 2017માં ધરમપુર અને કપરાડામાં ફરજ દરમિયાન ભ્રષ્ટ્રાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ એસીબીની ટીમ સિંચાઈ નિગમના નિવૃત્ત કર્મચારી યુસુફ અબ્દુલ રહીમ ભીખાના પંચમહાલ સ્થિત ઘરે તપાસ કરી રહી હતી. ત્યારે અચાનક યુસુફને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેમને વેજલપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુસુફ અબ્દુલ રહીમ ભીખા વલસાડના ધરમપુર ખાતે સિંચાઈ નિગમમાં 2017માં ફરજ બજાવતા હતા. ત્યાંથી જ તેઓ નિવૃત્ત થયા હતા. તેમની સામે 2017માં ધરમપુર અને કપરાડામાં ભ્રષ્ટ્રાચારના આરોપો લાગ્યા હતા. આ મામલે એસીબી વલસાડ ખાતે ફરિયાદ થઈ હતી. તે કેસની તપાસ માટે એસીબી વલસાડની ટીમ યુસુફના ઘરે પહોંચી ત્યારે આ ઘટના બની હતી. ઘટના બાદ તરત જ ગોધરા ડીવાયએસપી સહિત પોલીસની ટીમ ગોધરા સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી.
પૂર્વ રાજ્યમંત્રીના દીકરાનું પણ હાર્ટ એટેકથી મોત
હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે. શુક્રવારે બપોરે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ જયેશ છેડાને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું. સામાજિક અગ્રણી જયેશ છેડા લોકોના સેવા માટે હમેશા તત્પર રહેતા હતા. સમાજમાં તેમની સારી લોકચાહના હોવાથી સમગ્ર પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન છે.