બાલાસિનોર : બાલાસિનોર ખાતે ધંધુકાના કિશન ભરવાડની હત્યા સંદર્ભે માલધારી સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ રેલી પાર્થ પાઠકની આગેવાનીમાં હિન્દુ સંગઠન પણ જોડાયો હતો. બાલાસિનોર મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ધંધુકાના હિન્દુ યુવાનને સોશિયલ મિડિયા પર કરેલી ધર્મની પોસ્ટના કારણે વિધર્મીઓ દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. રાંધનપુરમાં ચૌધરી સમાજની દિકરીને વિધર્મીઓ દ્વારા માર મારવાની ઘટના બની છે. તેનાથી રાજ્યના સમસ્ત હિન્દુ સમાજનો રોષ ભભુકી ઉઠ્યો છે. ક્યા સુધી હિન્દુ સમાજ આવા અત્યાચારો સહન કરશે ? આવા બનાવો પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે તથા કટ્ટરવાદી વિધર્મીઓ દ્વારા ધાર્મિક શાંતિનો ભંગ કરે તેવા બનાવો બને છે. વિધર્મીઓ રોકટોક વગર આતંક ઉભો કરી જેહાદી કૃત્યોની ઘટનાને અંજામ આપે છે. જેહાદી ભાવના વિકસાવી પૂર્વ આયોજીત કાવતરા ઘડી હિન્દુઓની હત્યા કરી દેવામાં આવે છે. ધર્મના નામે દંગા કરવાનું પુનરાવર્તન ન થાય તે સરકારે વિચારવાનું રહેશે. આવા વિધર્મીઓને કાયદાનું પાલન કરાવાનો સમય આવી ગયો છે. પીઠ પાછળ ફાયરિંગ કરી આતંકવાદી સમાન વિચારધારા ફેલાવનારા વિધર્મીઓને કડકમાં કડક સજા થાય અને આવા તેવી માગણી કરવામાં આવી હતી.