છોટાઉદેપુર: કવાંટ નગરમા રહેતા દાઉદી વ્હોરા સમાજનો અલીઅજગર સબ્બીર પારાવાલા રહે નવા થાના રોડ બેન્ક ઓફ બરોડા ની બાજુ મા કવાંટ નાઓ દ્વારા નગર મા રહેતી હિન્દૂ યુવતી ને બળજબરી પૂર્વક મળવા બોલાવી મારા સેલ્ફી ફોટા પાડ્યા હતા અને આ ફોટા ફેસબૂક વોટ્સએપ ઉપર અપલોડ કરી દઈશ કહી બ્લેક મેલ કરતો જેથી બદનામ થવા ના ડરે તે જેમ કહેતો તેમ કરતી હતી. તારીખ 18/7/2022 ના રોજ સવાર ના 11 વાગ્યા ના સુમારે ઓફીસ જવા પર નીકળી હતી ત્યારે અલી અજગર બજારમાં મળ્યો હતો અને કહ્યું કે તું ડોન બોસ્કો ચોકડી આગળ મળવા આવ ત્યારે હું ના પાડતા તેને મારા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
જેથી ડરી ને ડોન બોસ્કો ચોકડી થી આગળ મરજી ના હોવા છતાં બળજબરી પુર્વક બુલેટ પાછળ ચુપચાપ બેસી જવા કહ્યું અને ત્યાંથી વાઘોડિયા લઈ ગયેલ અને બુલેટ ત્યાં મુકી રીક્ષામાં બેસી વડોદરા રેલ્વે સ્ટેશન લઈ જઈ પુના લઈ ગયેલ અને ત્યાં પુના હોટેલમાં અવારનવાર મારી મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બીજા દિવસે બપોરના પુના થી એના ભાઈ હુસેન શબ્બીરભાઈ પારાવાલા ને ફોન કરી ને વાત કરેલ કે ઘરે કેમ છે ?તેમ પૂછતાં એના ભાઈ હુસેને કહ્યું ગામ માં વાતાવરણ તંગ છે હોવાનુ જણાવતા તારીખ 20/7/2022 ના સાંજે સાત વાગ્યા ની આસપાસ કવાંટ પરત આવ્યા હતા.અલી અજગર દ્વારા કરાયેલા આ બનાવ ની જાણ મારા માતા પિતા તેમજ ભાઈ ને કરતા તેના વિરુદ્ધ ગતરોજ તારીખ 21/7/2022 ના અલી અજગર શબ્બીરભાઈ પારાવાલા વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ છોટાઉદેપુર એલ.સી. બી સબ ઇન્સ્પેક્ટર જે.પી.મેવાડા કરી રહ્યા છે.
કૃત્યને વખોડવા રોજગાર ધંધા બંધ રાખ્યાં
કવાંટ નગર માં આશરે 55 થી 60 જેટલા ઘરો છે. કવાંટ નગર દાઉદી સમાજ એકદમ સદાઇ અને શાંતિપૂર્ણ રીતે જીવન નિર્વાહ કરવા વાળો વર્ગ છે. છતાં આવા માથા ભારે તત્વો દાઉદી સમાજ માં ક્યાંથી ઉભા થયા? તેવી લોક ચર્ચા ઓ સાંભળવા મળી રહી છે. કવાંટ નગર ના દાઉદી વોહરા સમાજ ના આગેવાનો દ્વારા આવા થયેલા કૃત્ય ને વખોડતા એક દિવસ માટે તમામ લોકો એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
હિન્દૂ આગેવાનોએ પણ નોંધ લીધી
હિન્દૂની દીકરીને ભગાવી જનાર દાઉદી વ્હોરા સમાજનો પરણિત યુવક ના આ કૃત્ય ને છાવરતા કેટલાક હિન્દૂ આગેવાનો ની પણ હિન્દૂ સંગઠનો એ નોંધ લીધી છે.