Gujarat

દાહોદ નજીક માલગાડી પાટા પરથી ઉતરી, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા, ટ્રેન વ્યવહાર ખોરવાયો

દાહોદ: દાહોદ (Dahod) નજીક દિલ્હી (Delhi) -મુંબઈ (Mumbai) મુખ્ય રેલવે માર્ગ માલગાડીને (goods train) અકસ્માત (Accident) નડ્યો હતો. આ ઘટના મંગલ મહુજી નજીક બની હતી. જ્યાં માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા (Coach) પાટા (Track) પરથી ઉતરી ગયા હતા. માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા 12થી વધુ ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. આ ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો.  

દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડીના 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા દિલ્હી-મુંબઈ રેલમાર્ગને અસર થઇ છે. જેના કારણે કેટલીક ટ્રેનોના રૂટ ચેન્જ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રેન ઉપર વીજળીના કેબલમાં ભારે નુકશાન થયું હતું. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારી તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ ઘટના ગતરાત્રિએ 12:30 વાગ્યાના અરસામાં બની હતી. માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. ત્યારે રાત્રે 12:30 વાગ્યે 17થી18 ડબ્બા છુટ્ટા પડી ગયા હતા. ડબ્બા પાટા પરથી ઉતરી રેલવે ટ્રેકની આજુબાજુ પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એક બીજા પર ચઢી ગયા હતા. આ ઘટનામાં ડબ્બામાં રહેલો માલસામાન આસપાસ ઢોળાઈ ગયો હતો. આ સાથે જ રેલવે લાઈનનો કેબલ તૂટી જતા ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં રેલવે ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ  રેલવે ટ્રેકનું સમારકામમાં યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે ટ્રેન ઉપરનો વીજળી કેબલ અને પાટાનું સમાકારમ બપોર સુધી કરી દેવામાં આવશે. આ અકસ્માતના પગલે વહેલી સવારથી જ રેલવે વ્યવહારનો રૂટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યો છે. પરંતુ અધિકારના જણાવ્યા પ્રમાણે પાટા અને વીજ કેબલનું સમારકામ થતાં બપોર આ રૂટ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.

આ ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી
આ મામલે DRM – Mumbai Central, WR તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘રતલામ ડિવિઝન ખાતે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં નીચેની ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે. જેના ટ્રેન નંબર છે 12228, 12910, 12952, 12954, 22902, 12926, 22195, 20941, 19019.’

Most Popular

To Top