Dakshin Gujarat

ભરૂચ હાઈવેની નોવુસ હોટલના કાજુના શાકમાંથી માખી નીકળી!

ભરૂચ: ભરૂચ હાઇવે પર આવેલી નોવુસ હોટલમાં કઠિતપણે કાજુ મસાલા શાકમાંથી માખી અને પનીરના શાકમાંથી રેસા નીકળતા નબીપુર અને સાંસરોદના પરિવાર અને મિત્રોની પાર્ટીમાં ભંગ પડી ગયો હતો. જમવામાં માખી અને રેસા આવતા હોટલના સંચાલકોને રજૂઆત કરતા માત્ર સોરી કહીને અને ગ્રાહકો સાથે ઉદ્ધાઈ ભર્યું વર્તન કર્યું હતું .આ બાબતે ભરૂચ જિલ્લા ડ્રગ્સ એન ફુડ વિભાગ નોવુસ હોટલ રેસ્ટોરન્ટ પર કાયદેસર કાર્યવાહી કરે તેવી આ પરિવારે માંગણી કરી હતી.

  • કાજુના શાકમાંથી માખી અને પનીરના શાકમાંથી રેસા નીકળતા સંચાલકોએ માત્ર સોરી કહી વિવાદને શાંત કરવાનો પ્રયાસ
  • ફૂડ વિભાગ આવી હોટલો પર કાયદેસર આકરા પગલા ભરવા કરેલી પરિવારની માંગ

નબીપુર ગામના ડોક્ટર નોમાનનો જન્મદિવસ હોવાથી તેમણે પરિવાર અને મિત્રમંડળને પાર્ટી આપેલી હતી .જેમાં સાંસરોદનો પરવેઝ અને અન્ય મિત્રો પણ હતા. તબીબ મિત્રના પરિવાર અને મિત્રો મળી કુલ 12 સભ્યો ભરૂચ હાઇવે પર આવેલ નોવુસ હોટલમાં જમવા માટે ગયા હતા.

જ્યાં પહેલા નોવુસ હોટલમાંથી સૂપ મંગાવ્યું હતું. સૂપ પીધા પછી જમવાનો ઓર્ડર આપ્યો હતો જેમાં બે પનીરના શાક અને કાજુ મસાલા અને અન્ય શાક મળી કુલ પાંચ શાક મંગાવ્યા હતા. જમતી વેળા એક મિત્રને પહેલી વખત પણ માખી જમવામાં દેખાઈ આવી હતી. પરંતુ જન્મદિવસની પાર્ટી હોય બધાની મજા બગડે નહીં એટલે કોઈને કહ્યું નહીં અને બાજુમાં મૂકી દીધી હતી.

ત્યારબાદ ફરી કાજુનું શાક ઓર્ડર કરી મંગાવતા તેમાં પણ માખી નીકળતા બધા સ્તબ્ધ થઇ ગયા હતા. જે બાબતે નોવુસ હોટલના વેઈટરને જાણ કરી તેને બતાવ્યું હતું. તેણે માસ્ટર અને પછી મેનેજરને બોલાવી માખી નીકળવા બાબતે આ લોકોએ રજૂઆત કરી હતી.

આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ લોકોએ પણ તેમના મોબાઈલમાં વિડિયો અને ફોટા લીધા હતા. શાકમાંથી માખી અને પનીરના શાકમાંથી રેસા નીકળતા સંચાલકોને રજૂઆત કરતા તેમણે સોરી કહી ખાલી શાક બદલી આપવાનું કહ્યું હતું પરંતુ આ બધાએ ખાઈ તો લીધું અને અમારા આરોગ્યને કંઈ થાય તો તેની જવાબદારી કોની રહેશે.!!જેનો જવાબ આપવાના બદલે હોટલ સ્ટાફ ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતો.

પનીરના શાકમાંથી પણ ખરાબ રેસા નીકળ્યા હતા. જે બાબતે ફૂડ અને સેફટી વિભાગ કાયદેસર તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરી નોવુસ હોટલને સીલ કરે તેવી માંગ પરિવારે કરી છે. દરેક વસ્તુ ઉતરતી કક્ષાની આરોગ્યને હાનિકારક મસાલા વાપરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ગ્રાહકો આક્ષેપ કર્યો છે.

ખાસ કરીને હાલમાં જ ઘણા શહેરોમાં હોટલોમાં પણ જમવામાં વંદા , બ્લેડ ,ગરોળી ,દેડકા વગેરે નીકળતા હોય ત્યારે તેની સેફટી સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે.જેને લઈને આવા આરોગ્ય સાથે ચેડા થવાના કિસ્સામાં ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જો પ્રામાણિકતાથી તપાસમાં આવે તો આવી હોટલો સતર્ક બની જાય એમ છે.

Most Popular

To Top