Charchapatra

એક મહિલા હોમગાર્ડ અને ૭૪ હજારનો આઇફોન

થોડા દિવસો પર સમાચાર વાંચવામાં આવ્યા કે સુમન આવાસમાં રહેતી એક મહિલા હોમગાર્ડ રસ્તામાં ચાલતાં ચાલતાં મોબાઇલ પર કોઇકની સાથે વાત કરતી હતી એ દરમિયાન  એના હાથમાંથી કોઇ અજાણી વ્યક્તિ એ ફોન ખેંચી લઇ ફરાર થઇ ગયો જે અંગે પોલિસમાં ફરિયાદ કરતાં મોબાઇલ ફોનની કિંમત જાહેર થઇ. આ સમાચાર વાંચતાં વિચાર આવ્યો કે કોઇ પણ સામાન્ય વ્યક્તિને આવા મોબાઇલ ફોનની શું જરૂર? અને આ મહિલા હોમગાર્ડને આટલા મોંઘા મોબાઇલની જરૂરિયાત કેટલી? એમાં આવતી વિવિધ સુવિધાઓનો આ મહિલા માટે ઉપયોગ કેટલો? અને આટલો મોંઘો મોબાઇલ એક હોમગાર્ડ તરીકે નોકરી કરતી મહિલાને કેવી રીતે પોષાઇ શકે?

આ છોકરીને નોકરીમાં મળતા પગાર સિવાય આવકનો બીજો કયો સોર્સ હોઇ શકે ખરો જેમાંથી આવા બિનજરૂરી ખર્ચા કરી શકે?  આવા ઘણા સવાલો પેદા થાય પરંતુ શક્ય છે કે આ ફોન મહિલાએ વસાવ્યો એમ ઘણાં લોકો ફક્ત ને ફક્ત એમનો અહં સંતોષવા કે અન્ય લોકોથી પોતાને અલગ તારવવા આવા બિનજરૂરી ખર્ચા કરી દેવામાં ગરકાવ થવાની શક્યતાને પણ નકારી ન શકાય. ઘણાં માલતુજારોમાં મા–બાપ એમનાં સંતાનોને આવા ફોન અપાવી વૈભવી ખર્ચા કરી પોતાની આર્થિક સ્થિતિને લોકો સમાક્ષ પ્રગટ  કરતાં જોવા મળે છે  પરંતુ સામાન્ય વર્ગની વ્યક્તિ આવા ખર્ચા કેવી રીતે કરી શકે એ વિચાર માંગી લે એવો સવાલ છે.

આ મહિલા હોમગાર્ડનો મોબાઇલ આવા ઘણા સવાલો પેદા કરે છે, જે હરીફાઇના આ જમાનામાં બધાં લોકોએ વિચારવા જેવો છે. દેખાદેખીમાં કરાતા ખર્ચાઓએ ઘણાં લોકોનાં જીવન બરબાદ કર્યા છે જેના ઘણા દાખલા જોવા મળે છે. આપણે આશા રાખીએ કે મહિલા હોમગાર્ડ જેવી ઘણી યુવાન વ્યક્તિઓ પણ આ બનાવ બન્યા પછી આ બાબતે વિચાર કરતા થાય કે જેથી ભવિષ્યમાં એ કોઇ મોટી અનિચ્છનીય ઘટનાનો શિકાર ન બને.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

કપોલકલ્પિત ભગવાન આસ્થાના જોરે ટકી રહ્યો છે
ફકત માનસિક આશ્વાસન આધાર બની રહ્યો છે. કહેવાતો માનવસર્જીત ભગવાન કાગનું બેસવું અને તાડનું પડવું. પુજારીઓ અને ધર્માલયોના ટ્રષ્ટીઓ પોતાના કહ્યાગરા ચેલાઓ દ્વારા ભગવાન થકી કહેવાતા ચમત્કારો સામાન્ય ભકતોનું બ્રેઇનવોશ કરે છે. ખાસ કરીને બેનંબરી નાણાં દાનથી ભવ્ય મહાલયોની સ્થાપના એક પિકનીક પોઇન્ટ બની ગઇ છે. પ્રસાદનું વેચાણ જેવો ગ્રાહક તેવું પડીકું.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top