સુરત(Surat) : હીરા ઉદ્યોગ (DiamondIndustry) ભયંકર મંદીમાં (Recession) સપડાયું છે. વર્ષ 2023નું આખુંય વર્ષ હીરા ઉદ્યોગ માટે નબળું રહ્યું છે. આ વર્ષમાં સુરતના હીરાના કારખાનામાં પોલિશ્ડનું (PolishedDiamond) ઉત્પાદન ઘટ્યું છે, તેના પગલે મોટી સંખ્યામાં રત્નકલાકારો (DiamondWorker) બેરોજગાર બન્યા છે. બેરોજગાર બનેલા રત્નકલાકારો પૈકી સંખ્યાબંધ રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લેવાનો અંતિમ માર્ગ અપનાવ્યો છે તો કેટલાંક ચોરી, ગુનાખોરીના રવાડે ચઢી ગયા છે. ચોરીના (Theft) રવાડે ચઢેલો આવો જ એક રત્નકલાકાર સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી પકડાયો છે.
- ઉતરાણ આવાસના બિલ્ડીંગમાંથી ફાયર સેફ્ટીના વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા સુમન સંગાથ આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્રાણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વિગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરનાર રત્નકલાકારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના ઉત્રાણમાં આવાસના 10 બિલ્ડિંગમાં બની હતી. કોઈ અજાણ્યો ઈસમ ફાયર સેફ્ટી, વાલ અને ગનની ચોરી કર્ક જતો હોવાની ફરિયાદ બાદ તપાસ કરતા ચોર ઈસમ CCTV ના આધારે ઝડપાયો હતો. સુમન સાથ આવાસની 10 બિલ્ડિંગોમાંથી અજાણ્યા ઈસમો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી ગયા હતા. પિત્તળની 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી 1.39 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી CCTVમાં કેદ થયા હતા. ઉત્રાણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીનું નામ નિતીન રાદડિયા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ કબુલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો. પછી સાડીમાં સ્ટોન લગાવવું કામ કરતો હતો. ત્યારબાદ દેવું થઈ જતાં ઘરમાંથી તેને કાઢી મુક્યો હતો. જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેમણે કબુલ્યું હતું.