જયાં સુધી મારો વ્યકિતગત સવાલ છે ત્યાં સુધી મને કયારેય કલાસરૂમનું શિક્ષણ આનંદ આપી શકયું નહીં. સ્કૂલમાં ભણતો ત્યારે મારી નજર કાયમ કલાસરૂમની બહાર રહેલા મેદાન અને વૃક્ષો તરફ રહેતી હતી. મને સતત એવી ઈચ્છા થતી કે મને પેલા મેદાન અને વૃક્ષ નીચે બેસવા મળે તો કેવું સારું. પણ તેવું કયારેય થયું નહીં, તેની સાથે મારા બાળમાનસમાં સતત સવાલો થતા. મને વિચાર આવતો હતો કે ન્યુટનના નિયમ પ્રમાણે સફરજન ઉપરથી નીચે તરફ આવે છે, પણ માની લો કે સફરજન ઉપર તરફ જતું હોત તો મારી જિંદગીમાં શુ ફેર પડવાનો છે.
મારી પાસે આવું માનવાનો કોઈ ચોક્કસ તર્ક ન્હોતો અને મને જે સવાલ થતાં તેના મને કોઈ જવાબ આપવા તૈયાર ન્હોતું. મારા દાદા સ્કૂલમાં ભણ્યા, મારા પિતા સ્કૂલમાં ભણ્યા અને તેમના પૂર્વજોએ પણ આવું કર્યું એટલે મારે પણ તે કેડી ઉપર ચાલવાનું તેવી સમજ મને આપવામાં આવી રહી હતી. આ બધા પ્રશ્નોને કારણે મારો શિક્ષણમાંથી રસ ઊડી રહ્યો હતો, જેના કારણે હું કાયમ માટે સ્કૂલની છેલ્લી બેંચનો વિદ્યાર્થી રહ્યો. મારી પાછળ જો હજી કોઈ બેંચ હોત તો હું ત્યાં બેસવા પણ તૈયાર હતો.
આમ છતાં મેં પરાણે ગ્રેજયુએશન પૂરું કર્યું અને મારે પત્રકારત્વ ભણવું હતું તે માટે હું ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ગયો. જો કે ત્યાં ગયા પછી મને વધુ એક આઘાત લાગ્યો કારણ કે મને પત્રકારત્વ વિભાગમાં ફોર્મ લેવા માટે જોઈએ એટલા માર્ક પણ ગ્રેજયુએશનમાં મળ્યા ન્હોતા. મને દુ:ખ પણ થયું પણ તરત મેં મારી જાતને સમજાવતાં કહ્યું, તારી ડીગ્રી સાથે તારી જિંદગીની સફળતાને કોઈ નિસ્બત નથી. મેં નક્કી કર્યું કે હવેની સફર મારે મારી ડીગ્રીના સહારે પસાર કરવી નથી.
જો કે પત્રકારત્વનું જ્ઞાન શૂન્ય હોવાને કારણે મેં બીજી યુનિવર્સિટીમાંથી હું પત્રકારત્વ પણ ભણ્યો, હું પત્રકારત્વ ભણ્યો તેને ત્રણ દાયકા પસાર થઈ ગયા, પણ પાછળ ફરીને યાદ કરું છું તો મારી ગ્રેજયુએશન અને પત્રકારત્વની ડીગ્રી લીધા પછી કોઈ પણ સ્થળે નોકરી માટે અથવા અન્ય કોઈ કારણસર મારી ડીગ્રી મારી રેકોર્ડ ફાઈલમાંથી બહાર નીકળી નથી. મને એક પણ સ્થળે કામ મારી ડીગ્રીના કારણે મળ્યું નથી.
જો કે યુવાનને સરકારી નોકરી કરવી નથી તો મને લાગે છે કે તેની એસએસસીથી લઈ હાયર એજયુકેશનની ડીગ્રી જીવનમાં કયારેય ઉપયોગી થવાની નથી. શિક્ષણ આપણે શિક્ષિત થવા માટે અને આપણી સમજ વિશાળ અને સ્પષ્ટ કરવા માટે લેવાનું છે નહીં કે ડીગ્રી લેવા માટે આપણે ભણવાનું છે.
તેવું આપણને કોઈ સમજાવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓનો મોટો વર્ગ પોતે જે વિષયનો અભ્યાસ કરે છે તે વિષયને સમજવાને બદલે તે વિષયમાં કેટલા વધારે માર્ક મેળવી શકાય તેની મથામણમાં હોય છે, તેના કારણે એવું બને છે કે જયારે તે અભ્યાસ કરે છે ત્યારે તેને તે વિષય આનંદ આપતો નથી અને વધુ માર્કવાળી ડીગ્રી લઈ તે જયારે બજારમાં ઊભા રહે છે ત્યારે તેની પાસે ડીગ્રી હોવા છતાં વિષયની નિપુણતાનો અભાવ હોવાને કારણે તેની ડીગ્રી તેને કામ આપી શકતી નથી.
આપણું ધ્યેય શિક્ષણ મેળવવાનું છે, પણ આપણને અજાણતાં એવી સમજ આપી દેવામાં આવે છે કે શિક્ષણ આપણે નોકરી મેળવવા માટે જ લઈએ છીએ એટલે તે શિક્ષણનો અર્થ મરી જાય છે.
આજે હું પણ પત્રકારત્વના વિધ્યાર્થીઓને ભણાવું છું, પણ હું જરા જુદી રીતે પત્રકારત્વ ભણાવું છું. અમે અભ્યાસક્રમમાં કોઈ પુસ્તક રાખ્યું નથી અને કોઈ પરીક્ષા લેતા નથી. અભ્યાસક્રમમાં પુસ્તક વિદ્યાર્થીને ગોખણપટ્ટી કરાવે છે અને પરીક્ષા વિદ્યાર્થીને માનસિક દબાણ તરફ લઈ જાય છે.
હું જયાં પત્રકારત્વ ભણાવું છું ત્યાં પ્રવેશ લેવા આવનાર જયારે પૂછે કે આ ડીગ્રી યુનિવર્સિટી માન્ય છે? અને ડીગ્રી લીધા પછી કામ મળશે? ત્યારે હું તેમને કહું છું કે ડીગ્રી તો તમે ફી ચૂકવો છો તેની રસીદ છે અને કોઈ તમારી ફી ની રસીદ જોઈ તમને કામ આપશે નહીં. કામ મેળવવા માટે તમે નિપુણ થાવ તે દિશામાં અમે તમને મદદ કરીશું.
હું ભણાવું છું તેવો શબ્દપ્રયોગ કરું ત્યારે પણ મને ખટકે છે કારણ ભણાવું અને ભણાવવું આ બન્ને શબ્દ યોગ્ય લાગતા નથી. મને લાગે છે શિક્ષણ મેળવનાર અને શિક્ષણ લેનાર બન્નેને આનંદ મળે તો વાત બને છે. હું પત્રકારત્વના વિદ્યાર્થીઓને પહેલાં કલાસમાં કહું છું કે તમને મઝા પડતી હોય તો અહિંયા આવો, કારણ મઝા ના આવે તેવું કોઈ કામ કોઈ માણસે કરવુ જોઈએ નહીં કારણ મઝા વગરનું શિક્ષણ અને કામ ભાર સમાન હોય છે.
હવે તમે નિરીક્ષણ કરજો, કોઈ દુકાનમાં, કોઈ કંપનીમાં, કોઈ સરકારી ઓફિસમાં કામ કરતા લોકોના ચહેરા ઉપર નૂર નથી,તેઓ જે કંઈ કામ કરે છે તેનો તેમને કંટાળો આવે છે. તેમને પૈસા મળે છે માટે તેઓ આ કામ કરી રહ્યા છે, તેમને મઝા પડે તેવું કામ તેમની પાસે નથી અથવા તેમણે પોતાને કયારેય પૂછયું નથી મને ગમતું કામ કયું, પૈસા માટે પરાણે કરવું પડતું કામ હોવાને કારણે તેઓ થોડી થોડી વારે કોઈની ઉપર ગુસ્સે થઈ જાય છે. તેઓ પોતાની જિંદગી ઘડિયાળના ટકોરે શરૂ કરે છે અને પૂરી કરે છે.
આ બધા જ શિક્ષિત છે કોઈ ને કોઈ સ્કૂલ અને કોલેજમાંથી ડીગ્રી મેળવી છે, કોઈને ડીગ્રીને કારણે અથવા કોઈને ડીગ્રી વગર પણ કામ મળ્યું છે, પણ તે તેમનું ગમતું કામ નહીં હોવાને કારણે પૈસા હોવા છતાં આનંદ નથી, ખૂબ પૈસા આવે એટલે તેમને થોડોક સમય દારૂના પેગ પીધા પછી જેમ માનસિક કીક વાગે તેવી કીક વાગે છે, પણ તેનો નશો કાયમ ટકતો નથી.
મારો દીકરો હાલમાં યુપીએસસી અને સ્ટાફ સીલેકશન કમિશનની પરીક્ષા આપી રહ્યો છે,તેને સરકારી અમલદાર થવું છે, પણ હું તેને કાયમ કહું છું કે મઝા આવે તેવું કામ કરજે. આવતી કાલે તને એવું લાગવા લાગે કે સરકારીની મોટા પગારની નોકરીમાં મઝા આવી રહી નથી અને જો ઓટો રીક્ષા ચલાવું તો મઝા પડશે તો નોકરી છોડી રીક્ષા ચાલવજે કારણ મઝા વગરની નોકરીનો કોઈ અર્થ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login