Charchapatra

યોગા દિને-બે કરોડનો ખર્ચ

જ્યારે યોગા દિને બે કરોડનો ખર્ચ સુરત મનપા કરશેનો વાંચ્યો ત્યારે, આંચકો લાગ્યો, પણ ગીનેશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તડામાર તૈયારીઓ થતી અને ત્યાર પછી જોઈ તો લાગ્યું કે આટલી અદભૂત પૂર્વ આયોજન અને યોગના ચાહકો માટે કહો કે, સૂરતીઓની સગવડતા માટે, વિશાળ એલઈડી સ્ક્રીન સાથે હાઈવોલ્ટેજ સ્પીકરો, લીલી જાજમ આખા વિસ્તારમાં માઈલો સુધી ફેલાયેલ જોવા મળી, વળી, કાયદો અને વ્યવસ્થાની જડબેસલાક વ્યવસ્થા, સુરત મનપાનો અને ગિનેશ બુકનો શિસ્ત સ્ટાફ સુરતીઓ અને આસપાસથી કે દૂરથી આવેલ યોગાચાહકોને ખૂબ જ મદદ કરી અને બેસવાની સરળતાથી સગવડ કરી આપી. સુરત શહેરનું નાક રાખ્યું.

ક્યાંય કોઈ ગરબડ નહીં. દોઢ લાખ પબ્લીક સ્ત્રી-પુરુષો એક જ વિસ્તારમાં એકત્રિત થાય તો કેવું-કેવું બની શકે તે કલ્પના કરી શકાય. પણ ક્યાંય કશું અઘટિત બન્યું જ નહીં. જેના હૈયે સુરત શહેરને ગૌરવ અપાવવું હતું તેવો સુરતી-બિન સુરતીઓએ ખરેખર જ કરી બતાવ્યું એક જ જગ્યા પર આટલી મોટી સંખ્યા એકત્રિત થઇને. આયોજકોને સલામ કરવી જ પડે તેવી સુંદર-સરળ અને સાત્ત્વિક પણ કહેવાય તેવી વ્યવસ્થા યોગા દિને ગોઠવી તે માટે અને ઉપસ્થિત સર્વે કે જેઓએ સુરત શહેરનું ગૌરવ પ્રદાન કરવામાં દૂર-દૂરથી એક જ વિસ્તારમાં તે પણ વહેલી સવારે હાજરી આપી. આ આયોજનને સફળતા સાથે ચાર ચાંદ લગાડી દીધા.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગાંધી કહે છે ‘હું સ્ત્રી જેવો બન્યો છું’
ગાંથીજીએ લખ્યું છે:- સ્ત્રીઓને સારુ હું સ્ત્રી જેવો બન્યો છું ને એનું હૃદય ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે., જ્યાં લગી પતિપણું તૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. બાનો પતિ હું મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બ્હેનોને ઓળખવા લાગ્યો. જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનારા પુરુષની સામે હું બંડ કરત. આજે હું મનથી સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. હું લાખો સ્ત્રીઓના પરિચયમાં આવ્યો છું. એ મને કહે છે કે અમે તમને પુરુષ નહીં પણ સ્ત્રી જ જાણીએ છીએ. મને લાગે છે કે આ ખરી વાત છે.
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top