World

પોતાના બેડ પર છ ફૂટ લાંબા સાપને આળોટતો જોઈ મહિલાએ કર્યું આવું…

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક મહિલા રાત્રિના સમયે બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ ચોંકી ગઈ હતી. બેડરૂમમાં એક વણ નોંતરેલો મહેમાન હતો, જેને જોઈને મહિલાનું શરીર ધ્રુજવા લાગ્યું હતું.

બેડરૂમમાં પ્રવેશતા જ મહિલાના હોશ ઉડી ગયા. તેણે તેના પલંગ પર એક ઝેરી સાપ જોયો હતો. આ સાપ લગભગ 6 ફૂટ લાંબો હતો. મહિલા બેડશીટ બદલવા જઈ રહી હતી. પછી તેણે એક સાપ જોયો. આ પછી તેણે તરત જ રેસ્ક્યુ ટીમને બોલાવી હતી.

ક્વીન્સલેન્ડમાં એક મહિલા તેના પલંગમાં 6 ફૂટ લાંબા ઈસ્ટર્ન બ્રાઉન સાપને જોઈને ડરી ગઈ હતી. તે ચાદર બદલવા રૂમમાં ગઈ પણ ત્યાં સાપ હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પલંગ પર એક અત્યંત ઝેરી સાપને જોઈને મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. તેણે ઝડપથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી સાપ પકડનારને બોલાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ઝાચેરીના સ્નેક એન્ડ રેપ્ટાઈલ રિલોકેશનના માલિક રિચર્ડ્સે કહ્યું જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો તો મેં જોયું કે મહિલા મારી રાહ જોઈ રહી હતી. હું બેડરૂમની અંદર ગયો જ્યાં સાપ હતો. તે બેડ પર આળોટી રહ્યો હતો.

રિચાર્ડસે તેના ફેસબુક પર પૂર્વીય બ્રાઉન સાપની તસવીરો પોસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું આજે રાત્રે તમારા બેડને ધ્યાનથી જુઓ. હાલ આ સાપને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો છે. રિચર્ડ્સ કહે છે કે ગરમીથી બચવા માટે સાપ ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ્યો હોવો જોઈએ. તેણે કહ્યું કે જો તમે આવો સાપ જુઓ તો તેને એકલો છોડી દો. ત્યાંથી બહાર નીકળો અને બચાવ ટીમને બોલાવો.

તમને જણાવી દઈએ કે ઈસ્ટર્ન બ્રાઉન સાપ ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી ઝેરી લેન્ડ સ્નેક છે. તે ખૂબ જ સક્રિય છે. તેના ઝેરમાં ન્યુરોટોક્સિન હોય છે. જ્યારે તે કોઈને કરડે છે, ત્યારે તે પીડિતના હૃદય, ફેફસાંને લકવાગ્રસ્ત કરે છે, જેના કારણે તેને ગૂંગળામણ અનુભવાય છે. અંતે, તે મરી પણ શકે છે.

Most Popular

To Top