સુરત (Surat): ઉધના-મગદલ્લા રોડ ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બાદ ભંગાર ભરેલો ટેમ્પો પલટી મારી જતા એક માસુમ બાળકીનું ટેમ્પા નીચે કચડાઈ જવાથી મોત (Death) નિપજ્યું હતું. આજે સોમવારે સવારે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકીને ઉપાડી પિતા સિવિલમાં સારવાર માટે લઈ આવતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.
- મગદલ્લા ચોકડીથી પાંડેસરા કૈલાશ નગર જતા શ્રમજીવી પરિવારને અકસ્માત નડ્યો
- મજૂરી કામ કરતા પરિવારના ચાર સભ્યો અને અન્ય બાળકને પણ સામાન્ય ઇજા થઇ
- ટેમ્પોની અડફેટ બાદ મજૂરો ભરેલો બીજો ટેમ્પો પલટી મારી જતા બાળકીને ગંભીર ઇજા થઇ
- 3 વર્ષની માસુમ બાળકીને સિવિલ લવાતા મૃત જાહેર કરાઈ
પીડિત પિતા એ કહ્યું હતું કે સાહેબ ટેમ્પોમાં ભંગાર ભરી પાંડેસરા કૈલાશ નગર વેચવા નીકળ્યા જ હતા અને બીજા વાહનને અડફેટે લેતા ટેમ્પો પલટી મારી ગયો હતો. પરિવારના તમામ સભ્યોને વધતી-ઓછી ઇજાઓ થઈ હતી. જોકે 3 વર્ષની માસુમ બાળકી બેભાન થઈ જતા સિવિલ લઇ આવ્યા હતા જ્યાં મૃત જાહેર કરાતા આઘાતમાં સરી પડ્યા છે.
શંભૂ પરમાર (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે મજૂરી કામ કરતા પરિવારના ચાર સભ્યો અને અન્ય બાળક સાથે ગુજરાન ચલાવતા આવ્યા છે. મહુવાના વતની છે. ઉધના-મગદલ્લા રોડ ગાયત્રી મંદિર પાસેના ઓવરબ્રિજ નીચે ખુલ્લામાં રહીએ છીએ અને ભંગાર વીણીને ગુજરાન ચલાવીએ છીએ
વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે ટેમ્પોમાં ભંગાર ભરી પરિવાર સાથે કૈલાસ નગર વેચવા નીકળ્યા હતા. ત્યારે જ એક બીજા વાહનને અડફેટે લેતા ભંગાર ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં 3 વર્ષની માસુમાં પૂજા દબાઈ ગઈ હતી. ઘટના બાદ રાહદારીઓ દોડી આવ્યા હતા અને ટેમ્પા નીચેથી તમામને બહાર કાઢી બેભાન અને ઇજાગ્રસ્ત પૂજાને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ માસુમ પૂજાને મૃત જાહેર કરી હતી.