Dakshin Gujarat

સારોદનો 25 વર્ષીય યુવક પહેલીવાર લંડન જતો હતો, ભરૂચના 5 પેસેન્જર પ્લેનમાં સવાર હતા

અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ રેકઓફ બાદ ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો.આ ફ્લાઈટમાં લગભગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 242 પેસેન્જરો હતા. આ પ્લેનમાં ભરૂચ જિલ્લાના કુલ 3માંથી એક પેસેન્જર હતા. જેમાં જંબુસર તાલુકાના સારોદનો વતની 25 વર્ષનો આશાસ્પદ યુવાન લંડનમાં બે વર્ષ માટે વર્ક વિઝા પર પહેલીવાર લંડન જતો હતો. આ ઘટના બનતા તેમના પરીવારજન ચિંતામાં સરી પડ્યા છે.

  • ભરૂચ જિલ્લાના પટેલ સાહિલ સલીમ ઈબ્રાહીમ (ઉ.વ.25) રહે-સારોદ તા-જંબુસર, પટેલ અલ્તાફ હુસેન, તાજું હુસેના, તાજું આદમ અને સાજેદા મિસ્ટર કાવીવાલા સવાર હતા

અમદાવાદથી લંડન એર ઇન્ડિયાનું ફ્લાઈટમાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટમાં લગભગ 242 જેટલા પેસેન્જરો સામેલ હતા. આ ઘટનાની વિગતો વાયુવેગે મળતા ભરૂચ જીલ્લામાં પ્રસરી હતી. આ ઘટનામાં ભરૂચ જીલ્લાના 5 પેસેન્જરો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ફ્લાઈટ ક્રેશમાં ભરૂચ જિલ્લાના પટેલ સાહિલ સલીમ ઈબ્રાહીમ (ઉ.વ.25) રહે-સારોદ તા-જંબુસર, પટેલ અલ્તાફ હુસેન, તાજું હુસેના, તાજું આદમ અને સાજેદા મિસ્ટર કાવીવાલા સવાર હતા. ઉલ્લેખનીય એ છે કે યુકે સ્થાયી થયેલા પટેલ અલ્તાફફૂસેન તેમના સાસુ તાજું હુસેના તેમના સસરા તાજું આદમ સાથે લંડન જઈ રહ્યા છે. તેઓ ઈદ મનાવવા માટે ભરૂચ આવ્યા હતા અને ઈદ મનાવીને યુકે જઈ રહ્યા હતા.

ખાસ કરીને સારોદ ગામનો વતની પટેલ સાહિલ સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. તેમના પિતા સલીમ પટેલ ભાજપ અગ્રણી છે.પટેલ સાહિલ સીટ નં-38H પર સવાર હતો.ફ્લાઈટ ક્રેશ થતા તેમના પરીવારજનો ચિંતામાં મુકાઈ ગયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

Most Popular

To Top