SURAT

સુરતમાં ચોંકાવનારી ઘટના બની, લિફ્ટની જાળીમાં ગળું ફસાઈ જતા 15 વર્ષના કિશોરનું મોત

સુરત (Surat) : શહેરના ઉધના વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત (15YearOldChildDeath) થયું છે. લિફ્ટની (Lift) જાળીમાં ગળું ફસાઈ જવાના લીધે કિશોરનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેને દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રૂપાલી ઇન્ડસ્ટ્રીના એક સંચાખામાં વિચિત્ર અકસ્માતમાં 15 વર્ષના બાળ કારીગર મંગલ સુખ બદન સિંગનું મોત નીપજ્યું હતું. મધ્યપ્રદેશથી સુરત ફરવા આવેલો કિશોર મિત્રો સાથે સંચા ખાતામાં કામ કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો. દરમિયાન લિફ્ટની જાળીમાં ગળું ફસાઈ જતા તેનું મોત થયું છે. મૃતક કિશોર માતા-પિતાનો એક નો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

  • ઉધનાની રૂપાલી ઇન્ડસ્ટ્રીના સંચાખાતાની લિફ્ટની જાળીમાં ગળું આવી જતા બાળ કારીગરનું મોત
  • મંગલ 15 દિવસ પહેલા જ MP થી સુરત ફરવા આવ્યો હતો : પરિવારનો એક નો એક દીકરો હતો

મૃતકના મિત્ર મનોજ એ જણાવ્યું હતું કે મંગલ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. 15 દિવસ પહેલા જ મંગલ તેના કાકા સાથે સુરત ફરવા આવ્યો હતો. ત્યારબાદ કાકા ફરી વતન જતા રહ્યા હતા, પરંતુ મંગલ વતનના મિત્રો સાથે રોકાઈ ગયો હતો. તેઓ એક રૂમમાં 5 જણા રહેતા હતા. મિત્રો સંચા ખાતામાં પાણી ભરવાનું કામ કરતા હોવાથી દિવસ દરમિયાન મંગલ પણ મજૂરી કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના આજે સવારે બની હતી. મંગલ કામ પર હતો. ત્યારે લિફ્ટમાં બેસીને બીજા માળે જતો હતો. ત્યારે લિફ્ટની જાળીમાં તેનું ગળું ફસાઈ ગયું હતું, જેથી મંગલે બુમાબુમ કરી દીધી હતી. સાથી મિત્રો મદદે પહોંચે તે પહેલાં મંગલ ગૂંગળાઈને બેભાન થઈ ગયો હતો. લિફ્ટની જાળીમાંથી બહાર કાઢી મિત્રો સારવાર માટે 108 માં સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મંગલને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે મંગલ ના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. અભ્યાસ છોડી દીધા બાદ ગામમાં બેકાર રહેતો હોવાથી સુરત લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top