ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેક્સ્યૂ ટીમે અત્યાર સુધી 102 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ મદદ કરી રહી છે. ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની ભાવના પટેલ (38), તેમના પતિ વિશાલ (41), અને એક વર્ષની પુત્રી ઇશા સામેલ છે. ભાવના પટેલની ફેમિલી ફ્રેંડના અનુસાર ભાવના અત્યારે પ્રેગ્નેંટ છે.
બચાવ દળ ગુમ લોકોને શોધવા માટે સોનાર ટેક્નોલોજી અને ડોગ-સ્ક્વોડની મદદ લઇ રહ્યા છે. મિયામી-ડેનાના પોલીસ ડાયરેક્ટર ફ્રેંડી રેમિરેઝએ જણાવ્યું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાટમાળ નીચે અવાજ સંભળાઇ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અહીં ઈમર્જન્સી લાગુ કરી દીધી છે. રેસ્ક્યૂ ટીમે કેમ્પ્લેન ટાવરના નામના આ બિલ્ડિંગની નીચે બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સુરગ ખોદવાનું કામ શરૂ કર્યું છે, જેથી ઘટનાકેમ્પ્લેન ટાવરમાં બચેલા લોકોને શોધી શકાય છે.
મિયામી-ડેડના પોલીસ ડાયરેક્ટર ફ્રેડી રેમિરેજે જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. આ ટીમે આખી રાત કામ કર્યું છે અને સતત કોશિશ જ ચાલુ છે. કાટમાળમાંથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યારસુધીમાં 35 લોકોને બચાવી લેવાયા છે.
આ ઈમારતમાં રહેનાર બેરી કોહેને કહ્યું હતું કે હું 3 વર્ષથી રહેતો હતો. ઈમારત પડવાના સમયે બેરી અને તેમની પત્ની તાત્કાલિક બહાર નીકળ્યાં, પરંતુ ઈમારતમાં કઈ બચ્યું નહોતું. છતમાંથી માત્ર કાટમાળ અને ધૂળ જ નીચે પડી રહ્યાં હતાં. અમે અમારી બાલ્કનીમાં ફસાઈ ગયા, અમને ફાયર ફાઈટરે રેસ્ક્યૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે આ રેસ્ક્યૂમાં 20 મિનિટ લાગી, જોકે અમને લાગ્યું કે અમારી જિંદગી જ આ ઘટનામાં નહિ બચે.