વડોદરા : રાજકોટ (Rajkot) મેયરે મુખ્ય રસ્તા પર માસ, મટન, મચ્છી કે આમલેટની લારી ઉભી નહીં રાખવા આદેશ આપ્યો હતો. જેના પગલે વડોદરા (Vadodara) મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દ્વારા અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને નોનવેજ ની દુકાન કે લારી ચલાવનાર પદાર્થ ઢાંકીને રાખવા અને ટ્રાફિકને અડચણરૂપ નહીં થાય એ રીતે ઊભા રાખવાનું સૂચન કર્યું હતું અને ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે અને જો પદાર્થ ખુલ્લો રાખવામાં આવશે તો 500 રૂપિયા દંડ વસુલ દુકાન , લારી ધારક પાસે વસુલ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં દુકાનો, લારી ધારકો રોજગાર કરે પરંતુ જનતા ની આસ્થા ને ઠેસ પહોંચે એવું ના કરે.દુકાન અને લારી ધારકો આમલેટ, માસ, મટન, મચ્છી ખુલ્લા લટકતા ના રાખે તેને ઢાંકીને રાખે. ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી જગ્યા પર તેઓ ઉભા રહે નહીં. 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ત્યારબાદ જો સૂચનાનો ભંગ કરશે તો 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.
રાજકોટમાં પ્રાયોગિક ધોરણે ઉપર એક નવા અભિયાનની શરૂઆત થઈ હતી જાહેર રસ્તા પર દેખાય નહીં તેવી રીતે આમલેટ, માસ ,મટન, મચ્છી,(માંસાહારી) પદાર્થ જાહેર જનતાને દેખાઈ નહીં તેવી રીતે વેચી શકાશે તેવો પરિપત્ર રાજકોટ પાલિકાએ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીવદયામાં માનવા વાળા હતા. રાજકોટના પગલે બીજી મહાનગર પાલિકા એક્શનમાં આવી હતી.
દરમિયાન આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે અધિકારી સાથે બેઠક યોજી હતી ત્યાર બાદ જાહેરાત કરી હતી કે જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય એવા આમલેટ ,માસ ,મટન ,મચ્છી (માંસાહારી) પદાર્થ જાહેર જનતા ને દેખાય નહીં તેવી રીતે વેચવા નું સૂચન કર્યું હતું. લારી ગલ્લા અને દુકાનો ને વેજ-નોનવેજ પદાર્થ જાહેર જનતાને દેખાય નહીં ઢાંકીને રાખવા સૂચન કર્યું હતું. જેમાં વડા પાઉં, સમોસા, દાલ વડા, ભજીયા,ફાફડા,પાણી પુરી, આમલેટ, માસ, મટન, મચ્છી જેવા પદાર્થો ઢાંકીને રાખવા એવું સૂચન દુકાન અને લારી ગલ્લા ને સૂચન કર્યું હતું.શહેર ના જાહેર રસ્તાઓ પર લારી ઓ ઉભી રહેતી હોય છે. જેમ કે વોર્ડ ઓફિસ ,સરકારી ઓફિસો, પોલીસ સ્ટેશન ની બહાર દબાણ કરતી ઉભી રહે છૅ. પાલિકા દ્વારા માત્ર સૂચન આપવામાં આવ્યું છે. હુકમ, પરિપત્ર, જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યું. માત્ર સૂચન થી ઝુંબેશ કે ડ્રાઈવ ચલાવી શકાશે.