Charchapatra

મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના સામે કોંગ્રેસનો બહિષ્કાર

વડોદરા : મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવાની ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષે બહિષ્કાર કર્યો હતો. વિપક્ષી નેતા અમિત શાહના ડેમ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને આવેદન પત્ર આપી મુખ્યમંત્રીને રજુઆત કરી છે. વડોદરા મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવાની ચૂંટણીનો મ્યુનિ.કોર્પોરેશનમાં કોગ્રેસ પક્ષનો બહિષ્કાર કર્યો છે.ભાજપ દ્વારા છેલ્લા 15-વર્ષથી ચૂટ્ણી યોજી નહોતી. જેથી હાઇકોર્ટ ઓર્ડર કર્યો હતો જેના કારણે  ગઈ વખતે ચૂંટણી યોજાઇ હતી.

પરતું મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી ફક્ત કાગળ પર રાખી ગુજરાત ભાજપ સરકાર દ્વારા અને  વડોદરામાં  છેલ્લા 5 વર્ષમાં એક પણ બેઠક ન મળી નથી.હવે ફરીથી યોજાઇ રહી છે ચૂંટણી. આ કમિટીની રચનામાં લોકશાહીમાં વિરોધપક્ષનું સ્થાન નહિ. પાંચ વર્ષમાં જેની એક પણ બેઠક મળી જ ન હતી તેવી મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની ફરી એક વખત ચૂંટણી કરવાનું ફરમાન પાલિકાને આપ્યું છે. જેનો કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ તેનો બહિષ્કાર કરે છે અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આવેદનપત્ર આપીને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

ચૂંટણીમાં ૭૬ ચૂંટાયેલા કોર્પોરેટર જ ઉમેદવાર હોય છે તેઓ મતદાન કરે છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ચૂંટાયેલી પાંખે સત્તા મેળવ્યા બાદ ફરી એકવાર વડોદરા મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવા માટે ચૂંટણીમાં  ફોર્મ ભરવાની છેલી તારીખ સોમવારે છે અને ચૂંટણી 25 તારીખે યોજાવાની છે. આ સમિતિમાં કુલ 45 સભ્યની નિમણૂક કરવામાં આવશે. 45-સભ્યોમાંથી 30-સભ્યોની નિમણૂક માટે ચૂંટણી થશે. જેના ઉમેદવારો અને મતદારો પણ કોર્પોરેટર જ રહેશેજેમાં 8 સભ્ય સરકાર નિયુક્ત અને 7 તજજ્ઞનો સમાવેશ કરવામાં આવશે તો બાકીના 30-સભ્ય હાલના ચૂંટાયેલા કોર્પોરેટર રહેશે. પાલિકાના 30 ચૂંટાયેલા કોર્પોરેટરની નિમણૂક કરવા માટે ચૂંટણી કરવામાં આવશે, જેમાં હાલના 76 ચૂંટાયેલા કોર્પોરેટર પોતે જ ઉમેદવાર રહેશે અને મતદારો પણ તે જ રહેશે.

મેટ્રોપોલિટીન કમિટીમાં વિપક્ષનું સ્થાન જરૂરી

જેથી વિપક્ષનેતા અમી રાવતે જણાવ્યુ હતું કે. 2008માં ગુજરાત સરકારે કાયદો બનાવી 2016માં હાઇકોર્ટના ઓર્ડરથી ચૂંટણી યોજાઈ હતી . કમિટી મહત્વની કમિટી હોય છે. જે શહેરની આજુબાજુના વિસ્તારમાં ડેવલોપમેન્ટ કરવું અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ગાન્ડ કેવી રીતે વાપરવાની હોય છે.પણ છેલ્લા પાંચ વર્ષ સુધી તેને મીટીંગ થઇ નથી .મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી મહત્વની છે.પરતું તેની  રચનામાં બંધારણમાં સુધારાની પણ આવશ્યકતા જણાઈ રહી છે. આ કમિટીમાં વિપક્ષ નું પણ સ્થાન હોવું જોઇએ. અણઘડ ભ્રષ્ટ વહીવટ સામે વિરોધ વ્યક્ત કરવા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

Most Popular

To Top