Dakshin Gujarat Main

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ આ કલાકારે અંકલેશ્વરમાં ભૂખ્યાને ભોજન સેન્ટરની મુલાકાત લીધી

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરની (Ankleshwar) પ્રતીન ચોકડી ખાતે સેવાભાવી લોકો દ્વારા લગભગ અઢી વર્ષથી ભૂખ્યાને ભોજન (Food) સેન્ટર ચાલી રહ્યું છે. આ સેન્ટર ખાતે કર્મઠ નગરજનો તેમના જન્મદિવસની ઉજવણી કરી ભૂખ્યાઓને ભોજન પીરસતા જોવા મળે છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta Ka Ulta Chashma) ફેમ અબ્દુલ (Abdul) ચાચાનું કિરદાર નિભાવતા શરદ સાંકલા (Sharad Sankla) અંકલેશ્વર સેવાની ભેખ જોવા માટે આવી પહોંચ્યા હતા. અંકલેશ્વરની પ્રતીન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અબ્દુલ ચાચાનો રોલ નિભાવતા શરદ સાંકલા આવીને ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું અને આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. તેમણે રોજ 300થી વધુ લોકોને ભોજન પીરસવું એ મોટી વાત છે તેમ કહી આ કાર્યમાં સહભાગી થવાની લાગણી વ્યક્ત કરી હતી અને પોતે પણ મદદ કરવા આગળ આવશે તેમ જણાવ્યું હતું.

  • શરદ સાંકલાએ પોતાના હાથે અંકલેશ્વરમાં ભૂખ્યાઓને ભોજન પીરસ્યું
  • રોજ 300થી વધુ લોકોને ભોજન પીરસવું એ ઘણી મોટી વાત : શરદ સાંકલા
  • આ સેન્ટર ખાતે કર્મઠ નગરજનો તેમના જન્મદિવસની ઉજવણી કરી ભૂખ્યાઓને ભોજન પીરસતા જોવા મળે છે

ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા કાપતા પાંચ કેદી દિવાળીમાં પેરોલમુક્ત

ભરૂચ: રાજ્યની જેલોમાં સજા ભોગવતા બંદીવાન સ્ત્રી કેદીઓ અને પુરુષ કેદીઓ દિવાળી તહેવાર દરમિયાન પોતાના પરિવાર સાથે રહી ખુશાલી મનાવી શકે એ માટે 60 વર્ષ કરતાં વધુ વયના સજાવાળા કેદીઓને દિન-15 માટે 2 જી ઓક્ટોબરથી છોડવા માટે ઠરાવ સરકારના ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા કરાયો છે.
આ બાબતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભરૂચ જિલ્લા જેલ તરફથી મોકલાવેલા સજાની વિગતોને ધ્યાને લઈ ફુલ સજાવાળા કેદીઓ 60 વર્ષ કરતાં વધુ વયના હોય તેમને દિન-15 માટે પેરોલ મંજૂર કરતાં અભેસીંગ ગોપાલ વસાવા, બાલુ રાણીયા વસાવા, ઇકબાલ અબ્દુલ સામીયા મલેક, ભાઈલાલ ગોપાલ વસાવા તેમજ રસીદ મહમદભાઇ મલ્લુને ભરૂચ જિલ્લા જેલ ખાતેથી દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવા માટે જેલમુક્ત કરવામાં આવેલા તેમજ આ પ્રસંગે જેલ અધિક્ષક આઇ.વી.ચૌધરી તેમજ સિનિયર જેલર એસ.જે.સભાડે કેદીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. તમામ કેદીઓએ પણ તેમને દિવાળી તહેવારની રજા મળતાં ગુજરાત સરકારનો અને કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top